અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી: સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ થાશે?

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી: રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, કચ્છ ઉપર સ્થિર થયેલું ડિપ ડિપ્રેશન આગળ વધીને કચ્છનાં જખૌ બંદરથી અરબી સમુદ્રમાં જતું રહ્યું છે.

ડિપ ડિપ્રેશન વાવાઝોડું બન્યું હતુ તો પણ ગુજરાતને કોઈ ખતરો ન હતો. આ વાવાઝોડું કચ્છથી દૂર દરિયામાં જશે. જેથી વરસાદનું જોર ઘટતું જોવા મળશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, આગામી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં 30 ઓગસ્ટ બાદ વરસાદ હળવો થશે. આગાહી પ્રમાણે આગામી 2થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી: આગાહી અનુસાર, 2 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાથી આવેલું વહન વરસાદ લાવશે. સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થશે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

સપ્ટેમ્બર મહિનામાં પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદના ઝાપટા રહેશે.

રાજ્યમાં આગામી ભાદરવી પૂનમ સુધી વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેશે. સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે 23 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ અને ભારે ઝાપટા પડશે. સાથે જ તેમણે કહ્યું કે આ દરમિયાન કૃષિ પાકમાં રોગ આવવાની શકયતા રહેશે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment