અંબાલાલ પટેલની ભયંકર આગાહી: 17થી 24 જુલાઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી…

Ambalal Patel Forecast: ગાંધીનગરનાં અગ્રણી જ્યોતિષ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતમાં અને દેશના ભાગમાં વર્ષા મેઘ પ્રકારનાં વાદળો બન્યા નથી. તળીય વાદળો પણ બન્યાં નથી. વરસાદ વરસાવી શકે તેવા વાદળો પણ જણાતા નથી. દેશનાં મધ્ય ભાગમાં ભારેખમ વાદળનો જમાવડો લઈને વાદળો બન્યાં નથી. પૂર્વ પેસિફીકમાં જળવાયું તટસ્થ છે.

અરબ સાગર અને બંગાળનાં ઉપસાગરનાં વહનો બરાબર સક્રીય થતા નથી. આમ છત્તા ચીન તરફથી આવતા અવશેષોને કારણે બંગાળનાં ઉપસાગરમાં હલચલ જોવા મળશે. તા. 15 જુલાઈએ એક લો-પ્રેશર સિસ્ટમ બનતા તેની અસર ગુજરાત તરફ આવશે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

હમણાં મોનસુન ધરી દેશનાં ઉત્તરીય પૂર્વીય ભાગો તરફ છે એટલે વરસાદ બરાબર વરસતો નથી. હવે કટલાક સંજોગો સાનુકૂળ થત્તા ગુજરાતનાં વરસાદ થવાની શક્યતા છે. અલબત હમણાં જે વરસાદ થયો હતો તે ઉપરોક્ત જણાવેલી સિસ્ટમ વરસાદ વરસાવતી સિસ્ટમ બની નહોંતીં એટલે ખંડ ખંડ વરસાદ થવામાં હતો.

કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થયો હતો. વરસાદનો માર્ગ વીજળી બતાવે છે અને વીજળી વગરનાં મેઘો વરસતા નથી. ગાજવીજ અને પવન સાથે તા. 17મી જુલાઈથી રાજ્યના ભાગમાં વરસાદની શક્યતા રહેશે.

ગુજરાતનાં હવામાન પલટાયું છે અને તા. 17મી જુલાઈથી દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગ, દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં વરસાદ વરસશે. તા. 17થી 19મી જુલાઈથી આહવા ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનાં
ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

Ambalal Patel Forecast: પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ કોઈ ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

અમદાવાદ, ગાંધીનગરના ભાગ, સુરેન્દ્રનગર, મોરબી, પાટડી- દસાડાના ભાગ, વિરમગામ, સાણંદ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ અને કચ્છના ભાગમાં 17થી 24મી જુલાઈ સુધી વરસાદની શક્યતા રહેશે.

કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ સોરાષ્ટ્રમાં કોઈ ભાગમાં પૂર પણ આવ શકે છે. મધ્ય ગુજરાતનાં ભાગમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version