Ambalal Patel Prediction: આ એજ સિસ્ટમ છે જે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને પોતાનું ગઢ બનાવી લીધું છે. આ સિસ્ટમ થોડી નીચે જાય છે ફરી ઉપર આવે છે. એટલે વરસાદ તારાજી સર્જી છે. હજુ આ સિસ્ટમ નવી સિસ્ટમ સાથે મોટી આફત બનશે. એટલે વરસાદ હજુ વધવાની પુરી સંભાવના છે.
ગાંધીનગરનાં અગ્રણી જ્યોતિષ અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે સોરાષ્ટ્રનાં ભાગમાં તબાહીસુચક વરસાદ થયો છે. ઘણી હાની થવામાં છે, પરંતુ આ વખતે દેશનાં પશ્ચિમ ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં સક્રીય મોન્સુન અને એક પછી એક લો-પ્રેશરનાં કારણે આ ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
હજી પણ તા. 24 જુલાઈ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રનાં વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. કચ્છનાં ભાગમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.
બંગાળનાં ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રીય થઈ રહી છે, જેની અસર ઓરિસ્સા છત્તીસગઢ થઈને છેક ગુજરાતનાં ભાગ સુધી થવાની શક્યતા છે. જેના લીધે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનાં ભાગમાં, મધ્ય ગુજરાતનાં ભાગ અને ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદની શક્યતા છે.
Ambalal Patel Prediction: દક્ષિણ ગુજરાતના ભાગમાં અતિ ભારે વરસાદની પુર જેવી સ્થિતિ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગમાં ચારથી પાંચ ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
પંચમહાલના ભાગમાં પાંચથી છ ઈંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. વિરમગામ, પાટડી, દસાડાના ભાગમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે.
લીંબડી, લખતર, વાંકાનેર અને જસદણમાં પણ સારો વરસાદ થશે. મોરબી, હળવદ, ધાંગ્રધા અને સુરેન્દ્રનગરનાં ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યાં વરસાદ નથી થયો તેવા ભાગમાં આ વરસાદની રાહત થશે. પુષ્ય નક્ષત્રનાં આ વરસાદનું પાણી ઉભા કૃષિ
પાકો માટે સારૂ ગણાય છે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.
20 thoughts on “અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ”