Ashlesha Nakshatra 2024: દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. આજે આપણે વરસાદના આશ્લેષા નક્ષત્રની વિગતે માહિતી મેળવીશું.
પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર પછી હવે 2 ઓગષ્ટે બપોરે 3:53 વાગ્યે આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે. આશ્લેષા નક્ષત્ર 15 ઓગસ્ટ 2024 સુધી ચાલુ રહેશે. આશ્લેષા નક્ષત્રનું વાહન ગધેડો છે. એટલે આશ્લેષા નક્ષત્રમાં પવન સાથે સારો વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે.
આશ્લેષા નક્ષત્રની લોકવાયકા:
“આશ્લેષા ચગી તો ચગી,
ને ફગી તો ફગી”
લોકવાયકામાં જણાવ્યા અનુસાર, આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તો ખુબ સારો વરસાદ પડે અને ન પડે નો જરાય પણ ન પડે.
હાલ પુષ્ય નક્ષત્ર શરૂ છે અને આ નક્ષત્રમાં ઘણા વિસ્તારોમાં રેડા ઝાપટાંથી લઈને મધ્યમથી-ભારે વરસાદ જોવા મળ્યો છે. જોકે આશ્લેષા નક્ષત્રમાં સારો વરસાદ પડશે તેવું અનુમાન ખગોળશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે.
અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, આગામી 2 ઓગસ્ટથી આશ્વલેષા નક્ષત્ર બેસે છે. આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરશે એટલે સારો વરસાદ જોવા મળશે.
Ashlesha Nakshatra 2024: અંબાલાલ પટેલે કહ્યું કે, 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. 6 અને 7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે.
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ
મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 3 થી 5 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી શક્યતા છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.