અશોકભાઈ પટેલની આગાહી; આજથી 13 તારીખ સુધીની આગાહી, ગુજરાતમાં કેવો વરસાદ થશે?

WhatsApp Group Join Now

અશોક પટેલની આગાહી (Ashok Patel Weather): વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા. 9થી 13 ઓગષ્ટ સુધીની આગાહી કરી છે. આ વખતે પણ તેઓએ સૌરાષ્ટ્ર-કચ્છ કરતા ગુજરાત રીજીયનમાં વરસાદની સંભાવના વધુ દર્શાવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છ નાઆઇસોલેટેડ તો ક્યારેક છુટાછવાયા વિસ્તારમાં અમુક દિવસે ઝાપટા, હળવો વરસાદ અને સીમીત વિસ્તારમાં એકાદ બે દિવસ મધ્યમ વરસાદ પડશે.

તેઓએ જણાવેલ કે ચોમાસુ ધરી સી લેવલમાં ગંગાનગર, હિસાર, અલીગઢ, વારાણસી, દીઘા થઈ ને મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે.

5.8 કિ.મિ. લેવલનું યુએસી ઝારખંડ અને લાગુ ઓડિશા છતીશગઢ આસપાસ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. તેની અસરથી લો પ્રેસર બન્યુ છે.

એક યુએસી 1.5 કિ.મિ.થી 4.5 કિ.મિ. લેવલમાં હરિયાણા અને આસપાસ છે. નબળો ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી નોર્થ કર્ણાટક સુધી -સ્થાપિત છે. અમુક પરિબળો ખતમ થશે અને બીજા પરિબળ ઉભા થશે.

ઝારખંડ/ઓડિશા/છત્તીસગઢ વાળી સિસ્ટમ્સનું 3.1 કિ.મિ. ઉંચાઈનું યુએસી નોર્થ વેસ્ટ તરફ ગતિ કરશે. હરિયાણા આસપાસના યુએસી વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન ન્યૂ દિલ્હી એન્ડ નોર્થ એમપી લાગુ રાજસ્થાન એન્ડ યુપી પર છવાશે. તેમાંથી એક સામાન્ય ટ્રફ બેક દિવસ દક્ષિણ રાજસ્થાન અને લાગુ ગુજરાત સુધી લંબાશે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 9થી 13 ઓગષ્ટ સુધીની આગાહી કરતા જણાવેલ છે કે, ગુજરાત રિજિયનમાં છુટા છવાયા તો ક્યારેક વધુ વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઈસોલેટેડ સાધારણ ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યારેક ક્યારેક ક્યારેક છુટા છવાયા વિસ્તારમાં અમુક દિવસ ઝાપટા/હળવો વરસાદ અને સીમિત વિસ્તારમાં એક બે દિવસ મધ્યમ વરસાદની શક્યતા છે.

અશોક પટેલની આગાહી (Ashok Patel Weather): આગાહી સમયગાળા દરમિયાન તારીખ 9થી 13 ઓગષ્ટમાં પવનનું જોર વધુ રહેશે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment