અશોકભાઈ પટેલની આગાહી: આજથી 22 જુલાઈ સુધીની આગાહી, ધોધમાર વરસાદની આગાહી

Ashokbhai Patel Forecast: આ અઠવાડીયે રાજ્યમાં જોરદર વરસાદ પડશે. વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 15થી 22 જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવ્‍યુ છે કે સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્‍ડ આવશે.

વરસાદનો મુખ્‍ય રાઉન્‍ડ 19 જુલાઈ સુધીનો રહેશે. સમગ્ર રાજ્યમાં મોટા ભાગોમાં આગાહી સમયમાં વરસાદની માત્રા 2થી 4 ઈંચથી વધુ રહેવાની સંભાવના છે. જે ગુજરાત અને આસપાસના મજબૂત યુએસીના લોકેશન પર આધારીત રહેશે.

અશોકભાઈ પટેલે જણાવ્યું કે, હાલની સ્‍થિતિ અને આગળના પરિબળો આ મુજબ છે. ચોમાસુ ધરી સી લેવલમાં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇને ત્‍યાંથી મધ્‍ય પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરાલા સુધી સક્રિય છે.

પશ્વિમ બંગાળ અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિના લેવલનું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્વિમ તરફ ઝુકે છે. ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલથી 1.5 કિમિના લેવલમાં નોર્મલથી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરીનો પશ્વિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્‍ય અને આસપાસ આવવાની શક્યતા છે.

Ashokbhai Patel Forecast: બંગાળ બાજુથી આવતી સિસ્‍ટમ અને ગુજરાત રાજ્‍ય પર થનાર યુએસી સાથે એક બહોળું સકર્યુલેશન કે ટ્રફ 3.1 કિમિના લેવલમાં છવાશે.

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છ તા. 15થી 22 જુલાઈ 2024 સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં વરસાદના સારા રાઉન્‍ડની શકયતા છે. અમુક વિસ્‍તારમાં 19 જુલાઈ સુધીમાં વરસાદના એકથી વધુ રાઉન્‍ડની શક્યતા છે.

સમગ્ર રાજ્‍યના મોટા ભાગોમાં આગાહી સમયમાં વરસાદની માત્રા 50 મી.મી. થી 100 મી.મી., આઇસોલેટેડ વિસ્‍તારોમાં વરસાદની કુલ માત્રા 200 મી.મી. થી વધુ રહેવાની શકયતા છે. જે ગુજરાત રાજ્‍ય અને આસપાસના મજબૂત યુએસીના લોકેશન પર આધારિત રહેશે. રાજ્યમાં 17 જુલાઈથી પવનનું જોર વધશે.

Leave a Comment

Exit mobile version