બેંકિંગ સેવાના ફાયદાઓના કારણે મોટા ભાગના લોકોનું બેંકમાં ખાતુ હોય છે. આજે ભાગ્યે જ એવા લોકો હશે કે જેમની પાસે પોતાનું બેંક અકાઉન્ટ નઈ હોય. મોટાં મોટાં બીઝનેશ (ધંધાર્થીઓ) હોય કે પછી માત્ર નાની નાની છુટક મજુરી કરીને પોતાનું જીવન ધોરણ ગુજારતા હોય તે બધા લોકોની પાસે પોતાનું એક બેંક અકાઉન્ટ તો હોય જ છે. બેંકમાં ગ્રાહકો વધવાની સાથે બેંકમાં જઈ પોતાનું કામ પુરું કરવું ખુબ જ અઘરું બની ગયું છે, કારણ કે હવે બેંકોમાં હવે ગ્રાહકોની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે.
જેમ જેમ બેંકિંગ ક્ષેત્રમાં ગ્રાહકોની સંખ્યા વધવા લાગી તેમ તેમ બેંકિગ ક્ષેત્રમાં પણ નવી નવી સેવાઓનો સમાવેશ થતો આવ્યો છે. બેંકિંગ ક્ષેત્રની નવી નવી સેવાઓના કારણે મોટાં ભાગના કામ હવે ઘરે બેઠાં પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટરના આધારે થવા લાગ્યા છે. બેંકો દ્વારા આપવામાં આવતી મોબાઈલ બેંકિગ (Mobile Banking), ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking) અને ATM સવિર્સ (ATM Service) દ્વારા મોટા ભાગના કામ બેંકમાં ગયા વિના જ થઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ બેંક દ્વારા આપવામાં આવતી ઈન્ટરનેટ બેંકિંગની સુવિધા (Service – સેવા) શું છે? તો ચાલો આજે આપણે ઈન્ટરનેટ બેંકિંગ વિશેની વિગતવાર માહિતી મેળવીએ.
ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking) શું છે?
મોટા ભાગે ઈન્ટરનેટ બેંકિંગને આપણે ઓનલાઈન બેંકિંગ (Online Banking), મોબાઈલ બેંકિગ (Mobile Banking), વેબ બેંકિંગ (Web Banking), ડિજીટલ બેંકિંગ (Digital Banking) જેવાં નામથી ઓળખીએ છીએ. ઈન્ટરનેટ બેંકિંગ બેંકો દ્વારા આપવામાં આવતી એક એવી સુવિધા છે, જેના દ્વારા બેંકના મોટા ભાગના કામો ઘરે બેઠાં જ થઈ જાય છે. બેંકો દ્વારા આપવામાં આવતી આ સર્વિસ દ્વારા પૈસા ટ્રાંસફર (Money Transfer), બીલ ચુકવણી (Bill Payment), ઓનલાઈન ખરીદી (Online Shopping) વગેરે જેવી સેવાઓનો સરળતાથી લાભ ઉઠાવી શકો છો. ઈન્ટરનેટ બેંકિંગનો સૌથી મોટો ફાયદો એવા લોકોને થાય છે કે જે લોકો પાસે બેંકમાં જવાનો સમય નથી.
કઈ કઈ બેંકો ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking) સુવિધા આપે છે?
ભારતમાં ઈન્ટરનેટ બેંકિંગની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે ભારતમાં સૌથી પહેલા ICICI બેંકે ઈન્ટરનેટ બેંકિંગની સુવિધા આપવાનું શરૂ કર્યુ હતું. તે પછી ધીમે ધીમે અન્ય બેંકો દ્વારા પણ ભારતમાં ઈન્ટરનેટ બેંકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. હાલમાં કઈ કઈ બેંકો પોતાના ગ્રાહકોને ઈન્ટરનેટ બેંકિંગની સેવા પુરી પાડે છે, તે અંગેની માહિતી નીચે મુજબ છે.
- આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank)
- બેંક ઓફ બરોડા (Bank of Baroda)
- એક્સિસ બેંક (Axis Bank)
- એચડીએફસી બેંક (HDFC Bank)
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)
- બેંક ઓફ ઈન્ડિયા (Bank of India -BIO Internet banking)
- અલ્હાબાદ બેંક (Allahabad Bank)
- કેનેરા બેંક (Canara Bank)
- આઈડીબીઆઈ બેંક (IDBI Bank)
- IndusInd Bank
- પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)
- યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (Union Bank of India)
ઉપરોક્ત બેંક સિવાય હવે પોસ્ટ ઓફિસ દ્વારા પણ ઈન્ટરનેટ બેંકિંગની સુવિધા આપવામાં આવે છે, જેને ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આપવામાં આવે છે. આ સિવાય પણ ઘણી બેંકો છે જે ઈન્ટરનેટ બેંકિંગની સુવિધા આપે છે. જો તમારું ખાતુ ઉપરોક્ત બેંકમાં ન હોય તો તમે તમારી બ્રાંચમાં જઈને ઈન્ટરનેટ બેંકિંગ વિશેની માહિતી મળી રહેશે.
ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking) નો ઉપયોગ કરવાથી ક્યાં ક્યાં લાભો મળે છે?
(1) સામાન્ય રીતે બેંકોનો કામ કરવાનો સમયગાળો સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો છે તેમજ સાપ્તાહિક રજાઓ તથા તહેવારોની રજાઓમાં બેંકો બંધ રહે છે. જ્યારે બેંક દ્વારા આપવામાં આવતી ઈન્ટરનેટ બેંકિંગ સેવા 24*7 દરમિયાન કામ કરે છે, એટલે કે ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કોઈ પણ સમયે કરી શકાય છે.
(2) ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા અન્ય લોકોના ખાતામાં IMPS, NEFT અને RTGS દ્વારા કોઈ પણ સમયે પૈસા ટ્રાન્સફર (મોકલી) શકાય છે, જોકે પૈસા મેળવનાર વ્યક્તિ તમારા ઈન્ટરનેટ બેંકિંગ ખાતામાં “Beneficiary Add” હોવો જરૂરી છે.
(3) ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા તમારા બેંક ખાતામાં કેટલું બેલેન્સ છે તથા તમારા બેંક ખાતામાં જે નાણાંકીય વ્યવહારો થયા છે તે અંગેની તમામ ઉપયોગી માહિતી સરળતાથી મળી રહે છે.
(4) ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા નવા ATM કાર્ડ માટે અરજી, ATM કાર્ડ બ્લોક કરાવવું, નવી ચેકબુક માટે અરજી કરવી, ખોવાયેલ કે ભુલથી લખાયેલ ચેકનું પેમન્ટ અટકાવવું, મોબાઈલ નંબર કે E- Mail ID બદલાવવી, સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવું, નવી FD (Fixed Deposit) બનાવવી, FD ના વ્યાજ દરો જાણવા, બેંક અકાઉન્ટ એક બ્રાંચમાંથી બીજી બ્રાંચમાં ટ્રાન્સફર કરવું વગેરે જેવી સેવાઓ તમે ઘરે બેઠાં મેળવી શકો છો.
(5) ઈન્ટરનેટ બેંકિંગથી ઓનલાઈન ખરીદી, મોબાઈલ રીચાર્જ, લાઈટ બીલ વગેરે જેવા બીલોની ચુકવણી કરી શકો છો.
(6) જો તમારે લોન લેવાની હોય તો ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા લોન માટે ઓનલાઈન અરજી કરી શકો છો તથા લોનના (હોમ લોન, પર્સનલ લોન, કાર લોન, બીઝનેસ લોન વગેરેના) વ્યાજ દરો અને લોન લેવા માટેના નિયમોની માહિતી ઘરે બેઠાં મેળવી શકો છો.
ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking) નો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
જેમ જેમ બેંકિંગ સેવાઓ ડિજીટલ થઈ છે તેમ તેમ બેંક અકાઉન્ટને હેક કરવાના પ્રયાસો પણ વધવા લાગ્યા છે. તેથી તમારા બેંક અકાઉન્ટને હેક થવાથી બચાવવા માટે તમારે તમારા બેંક અકાઉન્ટને સુરક્ષિત રાખવું પડશે.
(A) જો તમે ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરો છો, તો તમે માત્ર પોતાના જ કમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ અન્યના મોબાઈલ કે કમ્પ્યુટર તથા કોઈ સાર્વજનિક WIFI દ્વારા ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ ન કરવો જોઈએ.
(B) ઈન્ટરનેટ બેંકિંગનું યુઝર નેમ અને પાસવર્ડ કોઈ પણ વ્યક્તિ સાથે શેર ન કરવો જોઈએ, બેંકના કોઈ કર્મચારી સાથે પણ તમારું યુઝર નેમ અને પાસવર્ડ શેર ન કરવો જોઈએ. તેમજ તમારો ID & પાસવર્ડ કોઈ પણ જગ્યાએ લખીને રાખવો નહીં અને સમયે સમયે તમારો પાસવર્ડ બદલી નાંખવો.
(C) ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે, જે વેબસાઈટમાં પેમેન્ટ કરવાનું છે તે વેબસાઈટ સરક્ષિત હોવી જોઈએ, તમને જે-તે વેબસાઈટ વિશેની સંપુર્ણ જાણકારી હોય તો જ તે વેબસાઈટમાં ઓનલાઈન પેમેન્ટ કરવું.