બારે મેઘ ખાંગા: ગઈ કાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થયા છે. પોરબંદરમાં 24 કલાકમાં 17 ઇંચ, કલ્યાણપુરમાં 12 ઇંચ, પાટણ-વેરાવળ 8 ઇંચ, સુત્રાપાડા 7 ઇંચ, જામજોધપુરમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરંત દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 12 ઇંચ, ખંભાળિયા – 4, ભાણવડમા -3, દ્વારકા પોણા 2 ઇંચ તો ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવળમાં 8 ઇંચ, સુત્રાપાડા 7, તાલાળા 4, ગીરગઢડા, કોડીનાર અને ઉનામાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે.
બારે મેઘ ખાંગા: આ સિવાય જામનગર જિલ્લાના જામજોધપુરમાં 6 ઇંચ, કાલાવડમાં 4 ઇંચ, ધ્રોલમાં 3 ઇંચ અને જોડીયામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.
સિસ્ટમ હજુ પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર લાગુ ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને લાગુ કચ્છમાં હજુ પણ સારો વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
બપોર કે સાંજ સુધી પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે વરસાદ ચાલુ જ રહેશે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વરસાદની વધુ શક્યતા છે તેમ છતાં જૂનાગઢ અને ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા છે અને ક્યાંક મેળ પડે તો ભારે વરસાદ પણ આવી શકે છે.
મધ્ય સૌરાષ્ટ્ર લાગુ ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ અને મોરબી જિલ્લાના જામનગર અને પોરબંદર તરફના વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની શક્યતા છે અને ક્યાંક મેળ પડે તો ભારે વરસાદ પણ આવી શકે છે.
કચ્છમાં ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને લાગુ દક્ષિણ કચ્છના દરિયા કાંઠે સારા વરસાદની શક્યતા છે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત અને લાગુ પૂર્વ સૌરાષ્ટ્રના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં સિસ્ટમ થોડી નબળી પડે અને દૂર જાય એટલે વરસાદમાં થોડો વધારો થવાની શરૂઆત થશે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
ઉત્તર સૌરાષ્ટ્ર એટલે કે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં બપોર પછી કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં હજુ થોડી રાહ જોવી પડશે. આ સિસ્ટમની અસર પૂરી થાય પછી નવી સિસ્ટમની અસરથી વરસાદમાં થોડો વધારો થઈ શકે છે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.