આસના વાવાઝોડું: આજે કચ્છના દરિયા કાંઠે કચ્છ પાકિસ્તાન બોર્ડર પર સાઈકલોન વાવાઝોડું બની ગયું છે. JTWC કે જે વિશ્વભરમાં સાઈક્લોનનું મોનીટરીંગ કરે છે તેણે આજે સવારે 5 વાગ્યાની સ્થિતિ મુજબ સાઈક્લોન બનવાની જાહેરાત કરી દીધી છે.
IMD પણ આજે વિધિવત રીતે આ સાઈક્લોનનું નામકરણ કરીને ‘અસના’ નામ આપીને જાહેરાત કરી શકે છે.
ગઈકાલે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદે ફરી ભુક્કા બોલાવી દીધા છે. ગઈ કાલે માંડવીમાં 15.5 ઇંચ, મુન્દ્રામાં 9 ઇંચ, અબડાસામાં 6.5 ઇંચ અને દ્વારકામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે.
આ સિવાય અંજારમાં 3.5 ઇંચ, ગાંધીધામ, ભુજ અને લખપતમાં પણ 2.5 ઇંચ જેવો ભારે વરસાદ પડ્યો છે. તો ભચાઉ અને નખત્રાણામાં પોણા બે ઇંચ જેવો વરસાદ પડ્યો છે.
આસના વાવાઝોડું: મધ્ય સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં એકથી બે ઇંચ જેવો વરસાદ પડ્યો છે.
સાઈકલોનની અસરથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવતા 24 કલાક સુધી અમુક વિસ્તારોમાં 60થી 70 કિમીની ઝડપે પવન જોવા મળશે અને આંચકાના પવનો 80થી 90 કિમી પ્રતિ કલાકના રહેશે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
સાઈકલોનની અસરથી હજુ પણ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ કચ્છ તેમજ દ્વારકા જિલ્લામાં હજુ પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
ડીપ ડિપ્રેશન સિસ્ટમ મજબૂત થઈને વાવાઝોડું બનીને હાલના ટ્રેક મુજબ ગુજરાતથી દૂર જતું રહેશે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.