ફરી આગાહી બદલી; સિસ્ટમ દૂર જતાં રાજ્યમાં વરાપનો રાઉન્ડ, કેટલા દિવસ?

Forecast System Move: હાલ ઘણા વિસ્તારમાં વરાપની ખૂબ જરૂરિયાત છે પરંતુ જોઈએ તેવી વરાપ મળતી નથી. હવે આજથી 8 તારીખ સુધી મોટાભાગના વિસ્તારમાં વરાપ જેવો માહોલ રહેશે.

આ દરમિયાન પણ છુટા છવાયા રેડા/ઝાપટા તો ક્યાંક છૂટક સીમિત વિસ્તારમાં સારો વરસાદ પણ જોવા મળશે કેમ કે હાલ ચોમાસુ દેશ લેવલે એક્ટિવ મોડમાં છે. જેના લીધે સંપૂર્ણ વરાપ રહેશે નહી.

રાજ્યમાં 9 તારીખથી ફરી એક લોટરી રાઉન્ડની શક્યતા બની રહી છે. આ રાઉન્ડની વધુ અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત લાગુ સૌરાષ્ટ્ર/કચ્છ અને દક્ષિણ ગુજરાતના છુટા છવાયા સ્થળોએ થાય તેવી શક્યતા છે.

છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં ઝરમર વરસાદ થયો છે. જેમાં પૂર્વ સૌરાષ્ટ્રનો થોડો વિસ્તાર તેમજ ગુજરાત રીજીયનમાં વરસાદી એક્ટીવીટી સારી જોવા મળી છે.

આવનારા વરસાદના રાઉન્ડમાં સૌરાષ્ટ્ર માટે ખાસ કોઈ વરસાદી સીસ્ટમનો લાભ દેખાઈ રહ્યો નથી. થોડાક દિવસો દરમિયાન મુખ્યત્વે લોઅર લૅવલના ભેજના લીધે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા મધ્યમ ઝાપટા સિવાય ખાસ કોઈ મોટા વરસાદની શક્યતા નથી.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

Forecast System Move: જ્યારે ગુજરાત રીજીયન બાજુ થોડાક દિવસો દરમિયાન છૂટો છવાયો વરસાદ હળવો મધ્યમ કે એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે.

રાજ્યમાં 9 ઓગસ્ટથી મંડાણી વરસાદ જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રીજીયનમાં વરસાદી ગતિવિધિ વધુ જોવા મળશે. રાજ્યમાં હમણાં ધૂપછાવ જેવો માહોલ જોવા મળશે જેમાં વાદળછાયું વાતાવરણ વધુ રહેશે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version