બંગાળની ખાડીની સિસ્ટમ ડીપ-ડિપ્રેશનમાં ફેરવાતાં ગુજરાતને કેટલી અસર કરશે?

WhatsApp Group Join Now

Gujarat Deep-Depression: દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં જે સરક્યુંલેસન બન્યું હતું તેના લીધે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં હજુ થોડો સમય સુધી આ સરક્યુંલેસનની અસરથી અમુક વિસ્તારોમાં સારો અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ ચાલુ રહશે.

આ સરક્યુલેશનની અસરથી આગળ જતાં કચ્છ પાકીસ્તાન બોર્ડર પર વરસાદની શક્યતા રહેશે. બનાસકાંઠા અને સાબરકાંઠા બોર્ડર વિસ્તાર અને કચ્છ તથા પાકિસ્તાન બોર્ડર પાસે સારા અને ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા રહેશે.

રાજ્યના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ ક્યાંક સારો વરસાદ આવી શકે છે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ જ છે અને હજુ ચાલુ જ રહેશે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને સુરતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેશે. ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાના વિસ્તારો અને મહારાષ્ટ્ર બોર્ડર આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ છે.

Gujarat Deep-Depression: મધ્ય પૂર્વ ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના ઘણા વિસ્તારોમાં સારા અને અમુક વિસ્તારો ભારે વરસાદની શક્યતા રહેશે.

પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ખેડા જિલ્લાના પણ ઘણા વિસ્તારોમાં સારા અને ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા છે.

ગઈ કાલે મધ્ય ગુજરાત લાગુ ઉત્તર અને પૂર્વ સૌરાષ્ટ્રના અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર અને સુરેદ્રનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. હજુ પણ આગળ જતાં અમુક અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ આજે રેડાં ઝાપટાંનું પ્રમાણ વધી શકે છે અને ક્યાંક ક્યાંક મેળ આવે તો સારાથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય સૌરાષ્ટ્રમાં પણ ઝાપટાં ચાલુ રહેશે.

બંગાળની ખાડી વાળી સિસ્ટમ બહુ ધીમી ચાલે છે અને જેમ ધીમી ચાલે તેટલી ગુજરાતથી દૂર થતી જશે તેવી શક્યતા રહે છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment