બંગાળની ખાડીનું ડિપ્રેશન હાલ ક્યાં પહોંચ્યું? આ ડિપ્રેશનની ગુજરાતને કેટલી અસર?

Gujarat Depression Impact: સૌરાષ્ટ્રના કાંઠે જે સિસ્ટમ હતી તેમ સિસ્ટમ બે ભાગમાં વહેચાઈ ગઈ છે. એક ભાગ જ્યાંથી આવ્યો હતો ત્યાં દરિયામાં બાજુ ગયો અને બીજો ભાગ દક્ષિણ સૌરાષ્ટ્રની નીચે ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે.

સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવશે ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ થશે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ જશે.

ખંભાળિયા તાલુકાનાના અમુક વિસ્તારોથી લઈને દ્વારકાથી થઈને પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારોમાં સારો અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે.

સિસ્ટમની અસરથી દરિયામાં જોરદાર વરસાદ ચાલુ જ છે. હવે આ સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવશે તેમ દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પણ ભારે વરસાદ ચાલુ થાય તેવી શક્યતા છે.

આવતા થોડા કલાકોમાં ખંભાળિયા / દ્વારકાથી થઈને કલ્યાણપુર, લાંબા, ગોધાવી, પોરબંદર, કેશોદ, માંગરોળ, વેરાવળ, સુત્રાપાડા, પ્રાચી, કોડીનાર, દીવ અને ઉના સુધી સારો અને અમુક અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે અને સિસ્ટમ થોડીક અંદર આવે તો ક્યાંક ક્યાંક ભુક્કા બોલાવી શકે છે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારો ખાંભા, રાજુલા, જાફરાબાદ અને મહુવા આસપાસ પણ વરસાદની શક્યતા રહેશે. જે સિસ્ટમની મૂવમેન્ટ અને લોકેશન પર આધાર રહેશે.

Gujarat Depression Impact: આ સિસ્ટમ કેટલી અંદર આવશે તે હજુ પણ અનિશ્ચિત છે. જો આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહેલી સિસ્ટમની સાથે જોડાઈ જશે તો તે પણ આપણા માટે ફાયદાકારક રહેશે.

જો બપોર સુધીમાં આ સિસ્ટમ થોડી મજબૂત થઈ જાય અને સહેજ પણ હજુ વધારે ઉપર આવે તો દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, લાગુ અમરેલી, લાગુ રાજકોટ, લાગુ પોરબંદર અને દ્વારકા જિલ્લાના અંદરના વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

બંગાળની ખાડીની નવી સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશન સ્ટેજ પર પહોંચી ગઈ છે અને ધીમે ધીમે ઉપર આવવાની શરુઆત કરશે.

બાકીના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો આધાર આ અને આવનારી બંને સિસ્ટમના ટ્રેક પર રહેલો છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment