સાવધાન/ એલર્ટ: ગુજરાત પર મોટું સંકટ, આવતી કાલથી ભારેથી અતિભારે વરસાદનો મોટો રાઉન્ડ

Gujarat Heavy Rain Alert: ગઈકાલે રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને હજુ આજે પણ વરસાદ ચાલુ રહેશે.

ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વે ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને તેને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.

મધ્ય પુર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો સવારથી જ એકલ દોકલ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે અને બપોર પછી વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે.

પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર લાગુ પશ્ચિમ અને મધ્ય સૌરાષ્ટ્રમાં બપોર પછીથી વરસાદની શરૂઆત થઈ શકે છે અને અમુક વિસ્તારોમાં સારા વરસાદની પણ શક્યતા રહેશે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં સારા તો ક્યાંક ક્યાંક જોરદાર વરસાદની શક્યતા પણ રહેશે. ખાસ કરીને રાત આસપાસ ક્યાંક ક્યાંક વરસાદમાં વધારો થઈ શકે છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

દક્ષિણ સૌરાષ્ટ્ર લાગુ મધ્ય સૌરાષ્ટ્ર, લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર આસપાસ ક્યાંક ક્યાંક જોરદાર વરસાદની શક્યતા પણ રહેશે. ઉત્તર પૂર્વ ગુજરાત, લાગુ મધ્ય ગુજરાત અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

Gujarat Heavy Rain Alert: કાલ સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version