વાતાવરણમાં અચાનક પલટો; એકાએક આવી નવી આગાહી, રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Gujarat IMD Weather Update: બંગાળની ખાડીની સિસ્ટમ હવે ઓડિશા ક્રોસ કરીને છત્તીસગઢ બોર્ડર પર આવી ગઈ છે. આ સિસ્ટમ નબળી પાડીને ડીપ ડિપ્રેશનમાંથી હવે ડિપ્રેશનમાં આવી ગઈ છે. તેમ છતાં હજુ પણ ઘણી મજબૂત છે.

આ સિસ્ટમ આજે ઉત્તર – ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને પૂર્વ મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે અને પછી ત્યાં આજુબાજુમાં વિસ્તારોમાં સ્થિર થશે.

સિસ્ટમની અસરથી મધ્ય પૂર્વ ગુજરાત, લાગુ ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે.

આજે હજુ મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારા અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

દક્ષિણ ગુજરાતમાં અત્યારે સુરત, નવસારી અને તાપી જિલ્લામાં વરસાદ ચાલુ જ છે અને હજુ આગળ ચાલુ જ રહેશે. ભરૂચ, નર્મદા, ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારો એટલે કે નર્મદા, તાપી, પૂર્વ સુરત અને પૂર્વ નવસારી તરફના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.

Gujarat IMD Weather Update: મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ બધી બાજુ વરસાદના વિસ્તારો અને પ્રમાણમાં વધારો થશે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લા આસપાસ વરસાદ ચાલુ જ છે અને હજુ આગળ ચાલુ રહેશે. આ સિવાય ધીમે ખેડા, અમદાવાદ, વડોદરા અને આણંદ જિલ્લામાં પણ ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ જશે.

ખેડા, મહીસાગર, દાહોદ, અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લા આસપાસ ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે. આ સિવાય પણ આજુબાજુના જિલ્લામાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ આવી શકે છે.

ઉત્તર પૂર્વ ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મેહસાણા, પૂર્વ બનાસકાંઠા, પૂર્વ પાટણ અને ગાંધીનગર જિલ્લામાં આજે વરસાદની સારી શક્યતા છે.

અરવલ્લી, મેહસાણા, ગાંધીનગર, સાબરકાંઠા આસપાસ ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આજુબાજુના બાકીના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની થોડી થોડી શક્યતા ગણી શકાય.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી

ઉત્તર પશ્ચિમ ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર, લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ આજ બપોર પછી અથવા તો કાલ સુધીમાં વરસાદની શક્યતા રહેશે.

ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, પશ્ચિમ બનાસકાંઠા, પશ્ચિમ પાટણ અને સુરેદ્રનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેશે.

સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક છૂટા છવાયા રેડાં-ઝાપટાં પડી શકે છે.

આજે કચ્છના વાતાવરણમાં પલટો આવશે અને ક્યાંક ક્યાંક ખાસ કરીને પૂર્વ કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment