આગોતરું એંધાન: વરસાદનો નવો રાઉન્ડ ક્યારે? આજે ક્યાં ક્યાં વરસાદ પડશે?

Gujarat New Rain Round:

ગઈ કાલે રાત્રે દક્ષિણ ગુજરાતના (Gujarat New Rain Round) ઘણા વિસ્તારોમાં સારો તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી જિલ્લાના ઘણા વિસ્તારો અને સુરત, તાપી અને ભરૂચ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આ ગઈ કાલે સિવાય મઘ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. તો અત્યારે નવસારી અને તાપી જિલ્લાના અમુક વિસ્તારોમાં સારો તો ક્યાંક ક્યાંક ભારે વરસાદ ચાલુ જ છે. નવસારી અને તાપી લાગુ સુરત જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ જ છે.

આજે વરસાદના વિસ્તાર સામાન્ય રહી શકે છે. આજે દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર અને દરિયા પટ્ટી પર ગાજવીજ વાળા વરસાદની શક્યતા છે. વરસાદના વાદળો હજુ દરિયામાં ફરી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં વરસાદ આવે છે.

ગુજરાતમાં 16 જુલાઈ સુધી સામાન્ય ઝાપટા અને વાદળ છાયું અને અમુક વિસ્તારમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. સોરાષ્ટ્રના અમુક વિસ્તારમાં રેડાં-ઝાપટાં કે હળવો-મધ્યમ અને અમુક સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળશે.

આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા ખુબ સારી છે. આ સિવાય દક્ષિણ ગુજરાત લાગુ પૂર્વ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા રહેશે.

વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…

આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય પુર્વ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નર્મદા, વડોદરા, આણંદ અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની સારી સંભાવના છે. ઉપરોક્ત અમુક વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે એવી શક્યતા છે.

આ સિવાય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ, પંચમહાલ અને ખેડા જિલ્લાના છુટા છવાયા અમુક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેશે.

બાકીના સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક અમુક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની શક્યતા રહેશે. વરસાદના આગોતરા એંધાણ મુજબ વરસાદના નવા રાઉન્ડની શરૂઆત 15મી જુલાઈથી દક્ષિણ ગુજરાત લાગુ પૂર્વ ગુજરાતથી થઈ શકે છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Last night there was good rain in many parts of South Gujarat and heavy rain in some parts. In which rain fell in several areas of Valsad, Navsari districts of south Gujarat and some areas of Surat, Tapi and Bharuch districts.

Apart from this yesterday, there was scattered rain in some areas of Maghya East Gujarat, North East Gujarat and Saurashtra. So now, in some areas of Navsari and Tapi districts, it is still raining well and in some places it is raining heavily. Rain continues in some areas of Surat district including Navsari and Tapi.

વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…

Areas of rain may remain normal today. Thunderstorms are likely over south central Saurashtra and coastal areas today. The rain clouds are still in the sea again raining in the coastal areas of Saurashtra.

Gujarat will experience moderate to heavy thundershowers till July 16 with moderate to heavy thundershowers and cloud cover. Some areas of Soorashtra will see showers or light-moderate and some centers will witness heavy rain.

Chances of rain are very good in South Gujarat and applicable Central East Gujarat during the day today. Apart from this, there will be a possibility of rain in South Gujarat, East Saurashtra as well.

Valsad, Navsari, Surat, Tapi, Bharuch, Dang, Narmada, Vadodara, Anand and Chhota Udepur districts of South Gujarat and Central East Gujarat today have a good chance of rain. There is a possibility that heavy rain may occur in some of the above areas.

Apart from this, there will be a chance of rain in scattered areas of Bhavnagar, Amreli, Botad, Ahmedabad, Panchmahal and Kheda districts of Saurashtra and central Gujarat.

Scattered rain will be possible over rest of Saurashtra, Central East Gujarat, North Gujarat and some parts of Kutch. According to the forecast of rain, the new round of rain may start from July 15 from South Gujarat to East Gujarat.

Special Note:

This information is given on the basis of weather charts which are subject to natural variation, always consider the information provided by Meteorological Department for your business activities.

Leave a Comment

Exit mobile version