નવી સિસ્ટમ: આગામી 3-4 દિવસ ભારે, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain: બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે. આજે આ ડિપ્રેશન ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરશે.

આ ડિપ્રેશનથી સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે. આ ડિપ્રેશનને પગલે સૌથી વધારે ખરાબ હાલત વડોદારાની રહેશે. વડોદરામાં બપોરના 2થી રાતના 8 કલાક સુધી આ ડિપ્રેશન સ્થિર રહેશે.

જેને પગલે અહીં ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. વડોદરા વાસીઓ માટે કાલનો દિવસ અતિભારે રહેશે. વડોદરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે

આવતી કાલે સવારે ડિપ્રેશનની અસરથી અમદાવાદમાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. આ ડિપ્રેશન મહેસાણાને પણ ઘમરોળી નાખશે. આ ડિપ્રેશન છેક કચ્છ સુધી અસર દેખાશે. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

Gujarat Rain: વેલ-માર્ક લો પ્રેશર આગામી કલાકોમાં વધુ નબળું પડી લગભગ લો પ્રેશર અને ત્યારબાદના કલાકોમાં વધુ નબળું પડી UAC રૂપે સક્રિય રહેશે.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી

UAC ઉત્તર ગુજરાત/ દક્ષિણ રાજસ્થાન/ પશ્ચિમ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ 3-4 દિવસો સુધી સક્રિય રહી શકે તેવી સંભાવના છે. તેમજ આગામી 3-4 દિવસો રાજ્યમાં ઘણા વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મ/ ગાજવીજની સંભાવના હોવાથી સાવચેતી રાખવી.

બંગાળની ખાડીની સિસટમના ભાગરૂપે આગામી 3-4 દિવસો દરમિયાન, રાજ્યમાં ગાજવીજ સાથે મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે.

સમગ્ર ગુજરાતના વિસ્તારો એટલે કે ઉત્તર, પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ સંલગ્ન સૌરાષ્ટ્ર અને કચ્છના પૂર્વ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહે તેવી સંભાવના છે.

આજે દિવસ દરમિયાન દક્ષિણ,પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર/ કચ્છના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version