ગુજરાત વરસાદ અલર્ટ: સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લામાં થશે ભારે વરસાદ

Gujarat Rain Alert:

ગઈ કાલે રાત્રે પૂર્વ ગુજરાત લાગુ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પણ રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી.

આ સિસ્ટમનું થોડું પશ્ચિમ તરફ દરિયામાં જોર વધારે હતું અને આગળ પણ પશ્ચિમ તરફ જવાથી હવે પૂર્વ સૌરાષ્ટ્ર લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો તો ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા વધી ગઈ છે.

આમ છતાં હજુ દક્ષિણ ગુજરાતમાં આજના દિવસ દરમિયાન વરસાદની શક્યતા રહેશે અને હજુ પણ બધા જિલ્લામાં વરસાદ આવે તેવી સંભાવનાઓ છે. આજે દક્ષિણ ગુજરાત લાગુ પૂર્વ ગુજરાતના જિલ્લામાંથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે.

પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા હવે વધી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને લાગુ જૂનાગઢ જિલ્લાના દરિયા કાંઠાના સારા અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેશે.

આજે દિવસ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના દાહોદ, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મેહસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. તેમાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે તેવી સંભાવનાઓ છે.

વરસાદી સિસ્ટમના ચાર્ટ ઘણા સુધરી રહ્યા છે જેને લીધે વરસાદની આશા સારી છે. સિસ્ટમ જેમ નજીક આવી તેમ વાતાવરણમાં સતત સુધારો થઇ રહ્યો છે. જેને કારણે હવે ગઈકાલ કરતાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ગતિવિધીમાં વધારો જોવા મળશે.

ગઈકાલે છૂટા છવાયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો હતો. તો અમુક વિસ્તારોમાં વરસાદ વગર કડાકા ભડાકા પણ જોવા મળ્યા હતાં. જેમાં આજે સુધારો થઈને હવે વરસાદ પણ આવશે.

વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…

આજે ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદની વધુ શક્યતા રહેશે.

આ સિવાય કચ્છ, દ્વરકા, પોરબંદર અને જામનગર જિલ્લાના પણ છૂટા છવાયા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેશે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Rain has started in some areas of East Gujarat, North Gujarat and South Gujarat last night. Rains started in the night on the sea coast of South Gujarat as well.

The pressure of this system was slightly higher in the sea towards the west and further westward movement has now increased the chances of good to heavy rains at some places over East Saurashtra and South Saurashtra.

However, there will still be a chance of rain in South Gujarat during the day and there are still chances of rain in all the districts. There is also a possibility of heavy rain in some areas from the districts of South Gujarat and East Gujarat today.

Chances of good rain have increased over East Saurashtra and applicable South Saurashtra. There will also be a chance of good and heavy rain in some coastal areas of Bhavnagar, Amreli, Gir Somnath and applicable Junagadh districts of Saurashtra.

વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…

During the day, there will be chances of rain in many areas of Dahod, Mahisagar, Kheda, Ahmedabad, Gandhinagar, Anand, Mehsana, Patan and Banaskantha districts of Central East Gujarat and North Gujarat. There are also chances of heavy rainfall in some areas.

The rainfall system charts are improving a lot due to which the rain prospects are good. The atmosphere continues to improve as the system approaches.

Due to which, more rain activity will be seen in the areas of Saurashtra than yesterday.

Scattered rains were observed yesterday in isolated areas. So, in some areas, there were explosions without rain. In which today there will be improvement and rain will also come.

Today there will be more chance of rain with thundershowers in Botad, Bhavnagar, Amreli, Rajkot, Surendranagar, Morbi and Junagadh districts of North Saurashtra, Central Saurashtra and applicable South Saurashtra.

Apart from this, there will be a possibility of rain in scattered areas of Kutch, Dwarka, Porbandar and Jamnagar districts.

Special Note:

This information is given on the basis of weather charts which are subject to natural variation, always consider the information provided by Meteorological Department for your business activities.

Leave a Comment

Exit mobile version