વરસાદનો નવો રાઉન્ડ ક્યારે? આગામી બે-ત્રણ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે?

Gujarat Round of Rain: ગુજરાતમાં ચોમાસાનો પહેલો રાઉન્ડ લાંંબો આવ્યો અને મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી ગયો છે. આ સિવાય અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ પણ આવ્યો અને ક્યાંક ક્યાંક તો વરસાદે ભુક્કા પણ બોલાવી દીધા છે.

ભરૂચથી રાજપીપળા અને મહેસાણાથી પાલનપુર વચ્ચેના પટામા જોરદાર વરસાદ ચાલુ છે. ઉતર ગુજરાત અનેક દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સારો વરસાદ ચાલુ છે.

આજે પણ ગઈકાલ મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારમાં વરસાદની શકયતા છે. તો સૌરાષ્ટ્ર/ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક રેડા ઝાપટાની શકયતા રહેશે.

સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે તો પણ છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટાં રેડા ચાલુ જ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે બાકી બીજા વિસ્તારમાં ક્યાંક ક્યાંક રેડા ઝાપટા જોવા મળ્યા છે.

વરસાદનો નવો રાઉન્ડ ક્યારે?

હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને પછી ફરી નવા રાઉન્ડની શક્યતા છે. 10 જુલાઈ આસપાસથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે છે પણ હજુ સિસ્ટમ સારી રીતે બને પછી જ આ સિસ્ટમથી ગુજરાતને કેટલો ફાયદો થશે તેની જાણકારી મળી શકે છે.

Gujarat Round of Rain: વરસાદનો આ નવો રાઉન્ડ આવશે તે પહેલા જ આવતી કાલ સાંજથી કે રાત્રીથી રાજ્યના અમુક વિસ્તારોમાં ફરી સારા વરસાદની શક્યતા છે.

મનરેગા જોબકાર્ડ (MGNREGA) શું છે? આ યોજનાનો લાભ કોને મળે?

ગુજરાતના વાતાવરણમાં અનુકૂળ પવનોના કારણે વરસાદનો મીની રાઉન્ડ કહી શકાય તેવો જ એક મીની રાઉન્ડ રાજ્યના મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સિવાય પણ દક્ષિણ ગુજરાત, લાગુ પૂર્વ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદની થોડી શક્યતા રહેશે.
.
વરસાદના આ મીની રાઉન્ડમાં બે દિવસ વરસાદ આપ્યા બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે વરસાદનો આ મીની રાઉન્ડ પૂરો થઈ જાય તેવી સંભાવના છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

The first round of monsoon has arrived in Gujarat and most of the areas have received good rains. Apart from this, heavy rains also occurred in some areas and in some places the rains have also called Bhukkas.

Heavy rain is continuing in Patama between Bharuch to Rajpipla and Mehsana to Palanpur. Good rains are continuing in some parts of North Gujarat and some parts of South Gujarat.

Today also as yesterday there is a possibility of rain in North Gujarat and Central Gujarat in Chhuta Chhawaya area. So there will be a possibility of rain showers somewhere in Saurashtra/ Kutch and South Gujarat.

Although the round of universal rain has ended, scattered showers continue. Scattered rains have been observed in Central Gujarat and North Gujarat, while scattered showers have been observed in other areas.

When is the next round of rain?

Now there is a possibility of a new round after the system is formed in the Bay of Bengal. A new round of rain may start from around July 10, but only after the system is well established can we know how much this system will benefit Gujarat.

Gujarat Round of Rain: Before this new round of rain arrives, some parts of the state are likely to receive good rain again from tomorrow evening or night.

Due to the favorable winds in Gujarat’s atmosphere, a mini round of rain is likely to occur in Central East Gujarat and applicable North East Gujarat. Apart from this, there will be a slight chance of rain in South Gujarat, East and North Saurashtra.
.
After giving rain for two days in this mini round of rain, a Western Disturbance is likely to come, so this mini round of rain is likely to end.

Special Note:

This information is given on the basis of weather charts which are subject to natural variation, always consider the information provided by Meteorological Department for your business activities.

Leave a Comment

Exit mobile version