બંગાળની ખાડીની સિસ્ટમ; ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ક્યાં ક્યાં જિલ્લામાં થશે વરસાદ?

ગુજરાત વરસાદ આગાહી: બંગાળની ખાડીવાળી સિસ્ટમ નબળી પડીને વિખાય ગઈ છે. લો પ્રેશર સિસ્ટમ નબળી પડીને UAC માં ફેરવાઈ ગઈ છે. આ UAC ગુજરાત આજુબાજુ છવાયેલું રહેશે.

આ UAC ની અસરથી આવતા અમુક દિવસો રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે. આજે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં UAC ની અસરથી વરસાદની શક્યતા છે.

રાજ્યમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ સિવાય ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની થોડી શક્યતા રહેશે.

ગુજરાત વરસાદ આગાહી: આ સિવાય ઉત્તર ગુજરાતને લાગુ કચ્છ અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર અને લાગુ મધ્ય ગુજરાતમાં ક્યાક ક્યાંક વરસાદની થોડી શક્યતા રહેશે.

દક્ષિણ ગુજરાત અને લાગુ મધ્ય ગુજરાતમાં પણ સાંજ રાત આસપાસ વરસાદની થોડી શક્યતા છે. આ સિવાયના રાજ્યના બાકીના વિસ્તારોમાં ક્યાક ક્યાંક છૂટું છવાયો વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 10મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે સ્થિતિ રહેશે.

તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં એક પછી એક સિસ્ટમ બનવાની છે. સપ્ટેમ્બરમાં વધુ વરસાદની સંભાવના પાછળનું કારણ આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, લાલીનોની અસર હજુ થઇ નથી. આમ છતાં એટમોસફેરિક વેવ મજબૂત છે.

15 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થશે. ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version