વેધર મોડેલો મુજબ, લૉ પ્રેશરની અસર હેઠળ આ જિલ્લામાં વરસાદની આગાહી

WhatsApp Group Join Now

વરસાદ આગાહી: રાજ્યમાં અમુક વિસ્તારોમાં ગઈકાલે વરસાદની ફરી શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

ખાસ કરીને સુરત, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના અમુક ભાગોમાં સારો વરસાદ પણ જોવા મળ્યો હતો. બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ ગુજરાત નજીક આવે કે બહુ મજબૂત બને તેવી કોઈ ખાસ શક્યતા દેખાતી નથી.

આ સિસ્ટમ ગુજરાતથી દૂર જ રહેશે અને છૂટા છવાયા વિસ્તારોમાં જ અસર થાય તેવી શક્યતા રહેશે. તેમ છતાં દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

છૂટા છવાયા વિસ્તારોમાં અસર રહે અને ક્યાંક મેળ પડે તો સારો વરસાદ પણ આવી શકે છે. ઉત્તર ગુજરાતની પાકિસ્તાન / કચ્છ બોર્ડર આસપાસ ક્યાંક સારા વરસાદની શક્યતા વધુ છે. આ સિસ્ટમની અસર બોર્ડરની બીજી બાજુ વધુ અસર થઈ શકે છે. તેમ છતાં આ બાજુ શક્યતા સારી છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

હવામાન વિભાગ દ્વારા ઠંડરસ્ટ્રોમ એક્ટીવીટી સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

વરસાદ આગાહી: જ્યારે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહિસાગર, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણ નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment