Gujarat Weather Pattern: આ વર્ષના ચોમાસાની શરૂઆતથી જ વરસાદનું આવજ-જાવન વિચિત્ર રીતે થઈ રહ્યું છે. અડધા ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તો અડધુ ગુજરાત સાવ કોરુંધાકોર છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત ધબધબાટી બોલાવી રહ્યાં છે. પરંતું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. જો આવુ જ રહ્યું તો ગુજરાતમાં મોટુ સંકટ આવશે. ક્લાઈમેટ ચેન્જની ગુજરાતની વરસાદી પેટર્ન પર મોટી અસર થઈ છે.
ક્લાયમેટ ચેન્જના કારણે ગુજરાતમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ એટલે કે સતત 8 ઈંચથી વધુ વરસાદ પડવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે.
વરસાદ જ્યાં પડે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં જરાય નથી પડતો. તાપમાન અને પવનની પેટર્નમાં થયેલા ફેરફારની અસર પડી છે.
ક્લાઈમેટ ચેન્જના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. જો આવી સ્થિતિ રહી તો આ વિસ્તારોમાં આગામી સમયમાં પૂર આવવાની શક્યતા વધી જશે. એકસાથે પડતો ભારે વરસાદ ખેતી પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં વરસાદનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. જ્યાં વરસાદ આવે છે, ત્યાં સતત અને એકધારો વરસાદ છે. પરંતું જ્યાં નથી ત્યાં માંડ છાંટા પડીને બંધ થઈ જાય છે.
Gujarat Weather Pattern: ગુજરાતની જે વરસાદી પેટર્ન બદલાઈ છે, તે ખેડૂતો માટે વધુ ચિંતાજનક છે. આપણા દેશમાં ચોમાસા સમયે ખરીફ પાકની વાવણી થતી હોય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, આવુ જ રહેશે તો ગુજરાતમાં પૂરની સ્થિતિમાં પણ વધારો થશે અને સાથે જ ખેડૂતોને પણ મોટું નુકસાન જશે. ખેડૂતો માટે માપસરનો વરસાદ ફાયદાકારક છે, પરંતુ અતિભારે વરસાદ નુકસાની વેરી શકે છે. વરસાદને કારણે ખેતીના પાક પર પણ અસર થાય છે.
વરસાદની પેટર્ન બદલાયેલી રહી તો વાદળ ફાટવાની ઘટનાની સાથે ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે. પર્વતીય વિસ્તારોમાં બદલાયેલા વાતાવરણની સૌથી વધુ અસર જોવા મળે છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.