સાપ્તાહિક આગાહી; ગુજરાતમાં 13થી 17 તારીખ સુધી ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છના અમુક સ્થળોએ મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવો/મધ્યમ વરસાદ પડી શકે છે

ક્લાઈમેટ ચેન્જને લીધે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઇ ગઈ છે. ઓછા સમયમાં ભારે વરસાદ પડવાની ઘટનાઓ વધી છે. વર્ષ 2023માં 49 વખત અતિભારે વરસાદ પડ્યો હતો.

13 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

રાજ્યમાં 14 અને 15મી તારીખે ગુજરાતમાં ક્યાંક ગાજવીજ સાથે હળવો તો ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 અને 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version