બે-બે સિસ્ટમ સક્રિય; 23થી 30 ગુજરાત માટે ભારે, ભારેથી અતિશય ભારે વરસાદની આગાહી

Heavy Rain Forecast: હાલ દક્ષિણ બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તારો ઉપર લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય છે, તેની સાથે સંકળાયેલ UAC સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.

આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે. 24-25 તારીખ બાદ ચોમાસાની ધરીનો ઉતર તરફનો છેડો ધીમે ધીમે દક્ષિણ રાજસ્થાન તરફ સરકી શકે છે.

આજે દક્ષિણ ગુજરાત, તેને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં છૂટોછવાયો ગાજવીજ વાળો હળવો મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાત રિજિયનમાં 23-24 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં સાતમ આઠમના તહેવારો ઉપર ભારે વરસાદનો એક રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ બની રહી છે.

24-25 તારીખે બંગાળની ખાડીમાં ઓરિસ્સા કાંઠે નવું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન રચાઈ શકે છે અને તે પ્રથમ લૉ પ્રેશર સિસ્ટમ સાથે સંકળાઇને એક બહોળું સર્ક્યુલેશન બનાવશે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

આ બહોળાં સર્ક્યુલેશનનો એક છેડો 25 તારિખ સુધીમાં ગુજરાત સુધી લંબાશે અને આ સિસ્ટમ મજબૂત થઈને મુખ્યત્વે પશ્ચિમ-ઉતર-પશ્ચિમ દિશામાં ગુજરાત/દક્ષિણ રાજસ્થાન લાગુ વિસ્તારો તરફ આગળ વધશે.

આ સિસ્ટમને આનુષંગિક UAC અને ટ્રફ઼ મુખ્યત્વે ગુજરાત બાજુ ઢળેલું રહેશે જેની અસરથી ગુજરાતમાં 25 ઓગષ્ટથી 29 ઓગષ્ટ સુધી ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે.

Heavy Rain Forecast: સિસ્ટમની દિશામાં ફેરફાર થાય અને થોડી ઉપર નીચે રહે તે મુજબ વરસાદના વિસ્તારોમાં ફેરફાર થઈ શકે છે.

આગાહી સમય દરમ્યાન વરસાદની કુલ માત્રા રાજ્યના 60% વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ, 30% વિસ્તારોમાં ચારથી છ ઇંચ અને કેટલાક છૂટાછવાયા અતિભારે વરસાદના વિસ્તારોમાં આઠ ઇંચથી વધુ રહી શકે છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version