વરસાદ: સિસ્ટમ દરિયામાં ઘણી વધુ દૂર પહોચી ગઈ છે અને તે આવવામાં પણ મોડું કરી રહી છે. જોકે અત્યારના ચાર્ટ મુજબ સિસ્ટમ હજુ ઉપર આવશે તેવી પૂરી શક્યતા છે.
આ સિસ્ટમ ઉપર આવવામાં વધારે મોડું કરશે તો બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની રહી છે તે મજબૂત થશે એટલે બધા પવનો ખેંચી લેશે અને અત્યારની આ સિસ્ટમ વિખાવવાની શરૂ થઈ જશે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
આ સિસ્ટમ વિખાય જાય તે પહેલાં હજુ ઉપર આવવાની શક્યતા સારી છે. જે થોડી મજબૂત બનશે તો પણ સૌરાષ્ટ્રમાં ફરી વરસાદ ચાલુ થઈ જશે અને પછી ઉપર આવશે તો ભુક્કા બોલાવે તેવો વરસાદ પણ થઈ શકે છે. ટુંક સમયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ જશે.
એક લો પ્રેશર મધ્યપ્રદેશ પર છે. તો બીજી બાજુ બંગાળની ખાડીમાં બીજુ લો પ્રેશર 19 તારીખે બનશે અને ત્રીજુ લો પ્રેશર 24 તારીખ આસપાસ બનશે. આ બધા લો પ્રેશર ગુજરાત પર ના આવે પણ આ લો પ્રેશર ગુજરાતને અસરકાર રહે તેથી હમણા વરસાદનો આ રાઉન્ડ શરૂ રહેશે.
વરસાદનો આ રાઉન્ડ શરૂ છે એટલે રોજે રોજ અલગ અલગ વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ચાલુ જ રહેશે. એક બાદ એક સિસ્ટમ બનશે જેની અસરથી આ રાઉન્ડ લાંબો જ ચાલશે. ગુજરાતમાં ઓછા વધુ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ ચાલુ જ રહેશે.
તો બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓને 48 કલાક સાવધાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ચાર સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપવામાં આવી છે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
વરસાદ: આ સાથે ગુજરાતમાં ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો બે દિવસમાં 16 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, રાજકોટમાં અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લા તથા સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.