ફરી આગાહી બદલી: ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

IMD Weather Update: પૂર્વ વિદર્ભ અને સંલગ્ન વિસ્તારો પર રહેલું ડિપ્રેશન નબળું પડીને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગયુ છે. જે આગામી કલાકોમાં ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને આગામી 24 કલાકોમાં વધુ નબળું પડીને લો પ્રેશરમાં ફેરવાશે તેવી સંભાવના છે.

મોનસૂન ટ્રફ સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં છે. શેર ઝોન દરિયાઈ લેવલની સાપેક્ષે 3.1થી 5.8 Km વચ્ચે 20 N આસપાસ સક્રિય છે.

બંગાળની ખાડીનું લો પ્રેશર વધુ નબળું પડી UAC રૂપે સક્રિય રહેશે. UAC ઉત્તર ગુજરાત/ દક્ષિણ રાજસ્થાન/ પશ્ચિમ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ 3-4 દિવસો સુધી સક્રિય રહી શકે તેવી સંભાવના છે.

રાજ્યમાં આગામી 8 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે મધ્યમથી અતિભારે વરસાદ પડશે. જે દરમિયાન ગુજરાત રીજીયન અને સંલગ્ન સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહે તેવી સંભાવના છે.

IMD Weather Update: જેમાં સમગ્ર ગુજરાતના વિસ્તારો એટલે કે ઉત્તર, પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ સંલગ્ન સૌરાષ્ટ્ર અને કચ્છના પૂર્વ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહશે.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી

આજે દિવસ દરમિયાન દક્ષિણ, પુર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે.

ગુજરાત રીજીયન સ્નલગ્ન સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ રાઉન્ડમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ/ ગાજવીજની સંભાવના છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment