મઘા ના મોંઘા પાણી! ક્યું વાહન? ક્યારે શરૂ? મઘા નક્ષત્રની લોકવાયકા શું છે?

WhatsApp Group Join Now

મઘા નક્ષત્ર: પુનર્વસુ, પુષ્પ અને આશ્લેષા નક્ષત્ર પછી 16 ઓગસ્ટના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે. આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ તા. 16/08/2024 ને શુક્રવારે સાંજે 07:55 કલાકે શરૂ થશે.

આ વર્ષે વરસાદના મઘા નક્ષત્રનું વાહન મોર છે. મઘા નક્ષત્રમાં ખંડ વૃષ્ટિ થતી હોય છે અથવા કોઈક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડતો હોય છે.

મઘા નક્ષત્રની લોકવાયકા:

‘મઘા કે બરસે
માતૃ કે પરસે‘

લોકવાયકા મુજબ, જો માતા ખાવાનું પીરસે તો પુત્રનું પેટ ભરાઈ એમ મઘા નક્ષત્ર વરસાદથી વરસે તોજ ધરતી માતાનું પેટ ભરાઈ. એટલે આ નક્ષત્રમાં સારો વરસાદ પડવાની આશ હોય છે.

આ પરથી વધારે એક કહેવત પ્રખ્યાત છે “જો વરસે મઘા તો થાય ધાન નાં ઢગાં” એટલે કે મઘામાં સારો વરસાદ થાય તો ધાન્યના ઢગલા થાય.

મઘા ના મોંઘા પાણી, માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે. આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી.

મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. આમ, મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે.

એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment