મેઘરાજાનો તાંડવ; આજે ફરી આ જિલ્લામાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

Megharaja Tandav: ગઈકાલ રાત આસપાસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સુરત જિલ્લાના સુરત, પલસાણા, કામરેજ, ઓલપાડ, મહુવા, બારડોલી અને ઉમરપાડામાં 4થી 6 ઇંચ જેવો ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે અને હજુ ચાલુ છે.

ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અંકલેશ્વર અને વાલિયામાં 4થી 5 ઇંચ જેવો ભારે વરસાદ પડયો છે. તેમજ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 8 ઇંચથી વધુ વરસાદે ભુક્કા બોલાવી દીધા છે.

આજે વહેલી સવારથી ફરી દક્ષિણ સૌરાષ્ટ્ર અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે જોરદાર શરૂઆત થઈ ગઈ છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે.

Megharaja Tandav: આજે હજુ દક્ષિણ ગુજરાત, લાગુ મધ્ય ગુજરાત, લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને અમુક વિસ્તારોમાં ભુક્કા બોલાવી શકે છે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

દક્ષિણ ગુજરાત લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ મધ્ય ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે અને અમુક વિસ્તારોમાં ભુક્કા બોલાવી દેશે.

દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને લાગુ અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, લાગુ દક્ષિણ અમદાવાદ જિલ્લા ના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ મધ્ય સૌરાષ્ટ્ર લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર, લાગુ કચ્છ એટલે કે જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો અને કચ્છ જિલ્લામાં પણ રાત સુધીમાં ભારે વરસાદ ચાલુ થાય તેવી શક્યતા રહેશે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

Megharaja Tandav: ઉત્તર સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ આજથી વાતાવરણ સુધરશે અને અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થઈ જશે.

સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, ઉત્તર અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને ખેડા જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થાય તેવી શક્યતા રહેશે.

ઉત્તર ભારતમાં હાઇ પ્રેશર હજુ મજબૂત છે અને સિસ્ટમ હજુ ઘણી દૂર અને નીચી છે. આગળના દિવસોમાં થોડી નજીક અને ઉપર આવે પછી મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની શરૂઆત થશે અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વધશે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version