મેઘરાજાનું જોર વધ્યું; સિસ્ટમ નજીક આવતાં આ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી

Megharaja’s Thunderstorms Forecast: બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ હવે નજીક આવી ગઈ છે અને અછત ગ્રસ્ત વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

મોડી રાતથી વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરુઆત થઈ ગઈ છે અને હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે.

ગઈ કાલે રાત્રેથી મહિસાગર, દાહોદ, આણંદ, ખેડા અને આસપાસ વરસાદની સારી શરુઆત થઈ ચૂકી છે અને હવે આગળ વિસ્તારમાં વધારો થતો જશે.

ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, ખેડા, અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં ધીમે ધીમે શરૂઆત થતી જશે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

Megharaja’s Thunderstorms Forecast: આ સિવાય ઉત્તર સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને મધ્ય સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ થાય તેવી શક્યતા છે.

સુરેદ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદંર્ર સારી શક્યતા છે અને મોરબી, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે.

રાજ્યના ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

આ સિવાય સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સિસ્ટમ નજીક છે એટલે વરસાદમાં વધારો જોવા મળશે. અમુક વિસ્તારોમાં સિસ્ટમની સીધી અસર ન થાય તો પણ વરસાદમાં થોડો વધારો થઈ શકે છે.

આ સિસ્ટમના લીધે અરબ સાગરમાં એક સર્ક્યુલેશન બને તેવી શક્યતા રહેશે એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગળ જતાં વરસાદની શક્યતા વધી શકે છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version