વરસાદનો બીજો રાઉન્ડ: સિસ્ટમ નજીક આવતાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ

Monsoon Round 2: આજે વહેલી સવારથી પૂર્વ ગુજરાત, લાગુ ઉત્તર પૂર્વ ગુજરાત, લાગુ દક્ષિણ પૂર્વ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે દાહોદ, મહિસાગર, પંચમહાલ, અરવલ્લી, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

હવે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના બાકીના વિસ્તારો એટલે કે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે.

વરસાદના બીજા રાઉન્ડના ચાર્ટ જોરદાર છે અને વરસાદનો આ બીજો રાઉન્ડમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આવશે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો, ઘણા વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારેથી અતિશય ભારે એટલે ભુક્કા બોલાવશે તેવી શક્યતા છે.

રાજ્યમાં નર્મદા, છોટા ઉદેપુર, તાપી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા અને ભરૂચ જિલ્લામાં બપોર સુધીમાં વરસાદની શરૂઆત થશે અને ઘણા વિસ્તારોમાં સારા વરસાદ પડે તેવી શક્યતા છે.

બપોર પછી મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારો લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

આ ઉપરાંત બનાસકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર અને બોટાદ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને ઘણા વિસ્તારોમાં સારા તો ક્યાંક ભારે વરસાદની શક્યતા પણ છે.

Monsoon Round 2: ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આજ રાત સુધીમાં વરસાદની શરૂઆત થઈ જાય તેવી શક્યતા છે.

જેમાં સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પાટણ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ અને પશ્ચિમ બનાસકાંઠામાં પણ આજે રાત્રે વરસાદની શરૂઆત થઈ શકે છે. અમુક વિસ્તારોમાં સારા વરસાદની શરૂઆત થશે અને ક્યાંક ક્યાંક મેળ આવે તો ભારે વરસાદ પણ આવી શકે છે.

દક્ષિણ ગુજરાતના પશ્ચિમે અને સૌરાષ્ટ્રના દક્ષિણે દરિયામાં અતિભારે વરસાદ આજ રાત્રે શરૂ થઈ જશે અને પછી ધીમે ધીમે અંદર તરફ આવશે. એટલે ભારેથી અતિભારે વરસાદની શરૂઆત દરિયાથી થશે. જ્યારે આ વરસાદ અંદર આવશે ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે એટલે બધા વિસ્તારોમાં અલગ અલગ દિવસે સારો વરસાદ આવશે. એક જ દિવસમાં બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત ન પણ થાય પરંતુ ધીમે ધીમે બધા જિલ્લામાં વરસાદ શરૂ થઈ જશે.

વરસાદની આ સિસ્ટમ ઉપર નીચે થયા કરશે એટલે વરસાદના વિસ્તારો બદલાઈ શકે છે અને રાતથી લઈને કાલે સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ બધી બાજુ વરસાદની શરૂઆત થઈ જશે અને સાંજ / રાતથી લઈને કાલે સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ બધી બાજુ વરસાદ શરૂઆત થઈ જશે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version