ઓતરા નક્ષત્ર/ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: ક્યું વાહન? કેવો વરસાદ? ઓતરા નક્ષત્રની લોકવાયકા શું છે?

WhatsApp Group Join Now

આ વર્ષે ઓતરા નક્ષત્ર 2024ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદી હવામાનની સંભાવના ઉભી થશે.

ઓતરા નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યમાં મંડાણી વરસાદની સંભાવના જોવા મળતી હોય છે. આ વર્ષે પણ ઓતરા નક્ષત્રના સમયગાળા દરમિયાન લો પ્રેશર સિસ્ટમની સાથે સાથે રાજ્યમાં ઠેર ઠેર મંડાણી વરસાદની સંભાવના જોવા મળશે.

મોટેભાગે ઓતરા નક્ષત્ર સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં દર વર્ષે બેસતું હોય છે. મિત્રો સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં ગુજરાતનું પાછલા વર્ષોનું હવામાન જોઈએ તો, મોટેભાગે ખૂબ જ ભેજવાળું હવામાન જોવા મળતું હોય છે.

ઓતરા નક્ષત્રમાં બપોર બાદ અવાર નવાર મંડાણી વરસાદની શક્યતા ઊભી થતી હોય છે. હાઈ લેવલનું ટેમ્પરેચર આ દિવસોમાં રહેતું હોવાથી મોટેભાગે બપોર પછી ભારે પવન સાથે વરસાદ થતો જોવા મળતો હોય છે. ઓતરા નક્ષત્રમાં થતો વરસાદ મોટેભાગે તોફાની વરસાદ જોવા મળતો હોય છે.

ઓતરા નક્ષત્ર લઈને એક કહેવત ખૂબ જ પ્રચલિત છે. જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કુતરા. ઓતરા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે મંડાણી વરસાદની સંભાવના ખુબ જ જોવા મળશે.

ઓતરા નક્ષત્રનું વાહન હાથીનું હોવાથી ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન ગુજરાત રાજ્યમાં જોવા મળશે. ઓતરા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના મોટા મોટા રાઉન્ડ જોવા મળી શકે છે.

આ દિવસો દરમિયાન ગુજરાત રાજ્યનું હવામાન દર વર્ષે વરસાદી જોવા મળતું હોય છે. કેમકે જ્યારે જ્યારે ઓતરા નક્ષત્રના દિવસો ચાલતા હોય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડીમાં અવાર નવાર વરસાદની સિસ્ટમ એક્ટિવ થતી હોય છે.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી

સપ્ટેમ્બરમાં મોટેભાગે બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન જેવી સિસ્ટમ બને છે, ત્યારે ત્યારે આ સિસ્ટમ મોટે ભાગે પશ્ચિમ ભારતના રાજ્યો તરફ આવતી હોય છે.

જ્યારે જ્યારે આવી મજબુત સિસ્ટમ ગુજરાતની બાજુમાં આવે છે, ત્યારે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન જોવા મળતું હોય છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોનું હવામાન વરસાદી જોવા મળતું હોય છે. સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગથી લઈને અંતિમના દિવસો દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ જોવા મળતો હોય છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment