22થી 30 ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ! પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલ – પરેશ ગોસ્વામી: ગુજરાતમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ જે રીતે ગાયબ થઈ ગયો છે, તેની હજી સુધી પધરામણી થઈ નથી. ત્યારે હવે નવી આગાહીથી કદાચ રાહત મળી શકશે.

હવામાન વિભાગે જણાવ્યુ કે, 21 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે.

હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 22થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે. બંગાળના ઉપસાગરમાં 25 ઓગસ્ટે ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે.

પરેશ ગોસ્વામી સાથો સાથ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. 20થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

અંબાલાલ પટેલે કહ્યું કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે. ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી: દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ રહેશે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment