પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી: રાજ્યમાં 3થી 9 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

પરેશ ગોસ્વામી આગાહી: ગુજરાતમાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી પાંચ દિવસ ખુબ ભારે છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લામાં તો પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. આ વચ્ચે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે.

બીજી તરફ મેટ્રોલોજિસ્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર રહેશે. ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું જોર વધશે. આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને દિયોગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે.

આણંદ, નડિયાદ અને કપડવંજમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. પરેશ ગોસ્વામી પ્રમાણે ગુજરાતમાં 3થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ લઈ રહ્યાં નથી. રાજ્યના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરી રાજ્યમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી

આઈએમડીનું કહેવું છે કે ડ્રિપ્રેશન, શિયર ટ્રફ, મોનસૂન ટ્રફ શિયર ઝોન, ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

પરેશ ગોસ્વામી આગાહી: હવામાન વિભાગ દ્વારા આજે ભરૂચ, સુરતમાં ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment