પરેશ ગોસ્વામીની આગાહી; ખેતીકામો વહેલાં પતાવી લેજો! બંગાળની ખાડીમાં બનશે નવું લૉ પ્રેશર…

Prediction of Paresh Goswami: ગુજરાતમાં હાલ સારો વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. જે બે સિસ્ટમ સક્રિય હતી તે ગુજરાતથી દૂર થઇ ગઇ છે. જેના કારણે રાજ્યમાં વરસાદ વિરામના મૂડમાં છે.

મંગળવારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાંની સંભાવના છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 67 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનમાં 86 ટકાથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે. ગુજરાતમાં 81 ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકાથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 67 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. ત્યારે કચ્છ ઝોનમાં સૌથી વધુ 86 ટકા વરસાદ નોંધાયો છે.

જ્યારે દક્ષિણ ઝોનમાં 81 ટકાથી વધુ તો સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકાથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે. ઉત્તર ગુજરાતમાં 50 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 84 ટકા સીઝનનો કુલ વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 10 તારીખ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે. રાજ્યમાં વરસાદ લાવતી બે સિસ્ટમ દૂર થઈ જતાં હવે માત્ર છૂટા છવાયો વરસાદ પડી શકે છે.

Prediction of Paresh Goswami: પરેશ ગોસ્વામીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટ સુધીમાં ખેડૂતો દ્વારા ખેતી કામ કરી લેવા જોઈએ. કારણ કે 11 ઓગસ્ટ બાદ ફરી એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version