પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર: મિત્રો, હાલમાં વરસાદનું મઘા નક્ષત્ર શરુ છે. જેમાં ગુજરાતમાં ખુબ સારો વરસાદ પડ્યો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર:
સૂર્ય નારાયણનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 30/08/2024 ના રોજ થશે. તારીખ 13/09/2024 સુધી સૂર્ય નારાયણ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરશે. આ નક્ષત્રનું વાહન ઉંદર છે. સૂર્યનારાયણનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ બપોરે 03 વાગીને 47 મિનિટે થશે.
ફાલ્ગુની નક્ષત્રમાં બે ભાગ હોય છે, પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રને પુરબા નક્ષત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. દરેક વર્ષોની સરખામણીમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદ પડતો હોય છે.
લોકવાયકા:
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં બે લોક વાયકા પ્રચલીત છે.
1) પુરબા પુરા તો ઓતરા અધૂરા
2) વર્ષે પુરબા તો લોકો બેસે જુરવા
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર: આ નક્ષત્રમાં મેઘગર્જના સાથે વરસાદ પડતો હોય છે. આ વર્ષે પણ ફાલ્ગુની નક્ષત્રના છેલ્લા દિવસોમાં સારા વરસાદના જોગ બનવાની શક્યતા છે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ સારો વરસાદ થતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળતુ હોય છે. બધા નદી-નાળા છલકાઇ જાય તેવા પણ યોગ બનતાં હોય છે. આપણા વડીલોના કહેવા અનુસાર ચોમાસામાં પૂરબા નક્ષત્રમાં સૌથી વધુ વરસાદ પડે છે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, કચ્છ પર સક્રિય સિસ્ટમ 30 ઓગસ્ટ સુધીમાં દરિયામાં જશે.
હાલ રાજ્ય પર બનેલા ડીપ ડિપ્રેશનને કારણે સમુદ્રમાં તોફાન આવશે. દરિયાના તોફાનને કારણે 75થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ સાથે જ જણાવ્યું કે, આગામી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.