સ્કાય મેટની આગાહી; ડીપ ડિપ્રેશન ગુજરાત પહોંચતાં ગુજરાતમાં ભુક્કા કાઢતી આગાહી

WhatsApp Group Join Now

Sky Met Forecast: છેલ્લા 48 કલાકથી સમગ્ર ગુજરાત જળબંબાકાર થયું છે. ખાસ કરીને રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નદી-નાળા બધું જ છલકાઈ રહ્યું છે. વડોદરા, સુરત જેવા વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદ, રાજકોટ જેવા શહેરો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. સાતમ- આઠમનો તહેવાર ગુજરાતીઓએ ઘરમાં જ ઉજવવાની ફરજ પડી છે. જો કે, હજીય ગુજરાતને વરસાદથી રાહત મળે તેવી શક્યતા નહિવત્ છે.

સ્કાયમેટની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન ગુજરાત પહોંચ્યુ છે, જેને કારણે ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે. હજી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે છે.

સ્કાયમેટની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મોડાસા, ગાંધીનગર અને વડોદરા, સુરત, વલસાડ, છોટાઉદેપુર અને પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, ગાંધીધામ, ભુજ, નલિયા અને દ્વારિકા, પોરબંદર, ગીર સોમનાથ સહિત રાજકોટમાં ધમધોકાર વરસાદની આગાહી છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

જો કે રાજ્યના પૂર્વ વિસ્તારમાં આજ સાંજથી વરસાદની આંશિક રાહત મળવાની શક્યતા છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે રાજ્યના પૂર્વ વિસ્તારમાં વરસાદ થોડોક નબળો પડે તેવી શક્યતા છે.

Sky Met Forecast: ભારે વરસાદને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment