રાજ્યમાં વરાપની આગાહી; ક્યાં ક્યાં જિલ્લામાં વરાપની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?

WhatsApp Group Join Now

વરાપની આગાહી: આજે રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં હજુ ઘટાડો થવાની શક્યતા રહેશે. જોકે એકાદ દિવસમાં ફરી થોડું વધી પણ શકે છે.

આજે મધ્ય પૂર્વ ગુજરાત, લાગુ દક્ષિણ ગુજરાત અને લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે.

વરસાદની વધુ શક્યતા બોર્ડરના આસપાસના દાહોદ, મહીસાગર, અરવલ્લી, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે.

વરાપની આગાહી: આ સિવાય મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ જિલ્લાઓમાં વરસાદની થોડી શક્યતા રહેશે.

બાકીના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક છુટાં છવાયા વિસ્તારોમાં મેળ પડે તો વરસાદ આવી શકે છે નહિ તો સારી વરાપ નીકળે તેવી શક્યતાઓ છે.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી

10 તારીખ સુધી ગુજરાત રિજિયન અને અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટા છવાયાં ઓછા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય બીજે બધે ક્યાંક ક્યાંક હળવા વરસાદ સિવાય મોટાભાગના વિસ્તારમાં વરાપ જોવા મળશે.

ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર રહેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી તથા બિકાનેરથી મોનસુન ટ્રફ પસાર થઈ રહ્યું છે તેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. આ સિવાય બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનેલું છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment