સિસ્ટમનો યુ-ટર્ન; બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બનતાં આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી

System U-turn Rains Forecast: દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સરક્યુલેશન બનવાની શરૂઆત થઈ ગઈ છે. આ સરક્યુલેશન સાંજ સુધીમાં મજબૂત બનશે.

ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં તેની અસર દેખાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મેહસાણા જિલ્લામાં ક્યાંક ક્યાંક સારા વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

રાજ્યમાં રેડાં ઝાપટાં તો બધી બાજુ ચાલુ જ છે અને આગળ જતાં બધી બાજુ છૂટા છવાયા વિસ્તારોમાં રેડાં ઝાપટાં ચાલુ જ રહેશે.

આજે સાંજ આસપાસથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદમાં વધારો થતો જોવા મળશે. વરસાદના વિસ્તાર અને પ્રમાણ બંનેમાં થોડો વધારો થઈ શકે છે.

આ સિવાય કચ્છ અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સાંજ/રાત સુધીમાં વરસાદમાં થોડો વધારો થાય તેવી શક્યતા રહેશે. સરક્યુલેશન કેટલુ નીચે આવશે તેના પર રાજ્યમાં ભારે વરસાદનો આધાર રહેશે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

આ સિવાય સાંજથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ રેડાં ઝાપટામાં વધારો થતો જોવા મળશે. અત્યારે બંગાળની ખાડીવાળી સિસ્ટમ ઘણી મજબૂત છે અને હજુ ઘણી દૂર છે.

System U-turn Rains Forecast: બંગાળમાં બનેલી આ સિસ્ટમ અત્યારે ઝારખંડ/બિહાર આસપાસ છે અને ધીમે ધીમે આગળ વધી રહી છે. આ સિસ્ટમના ટ્રેકનો આધાર રાજસ્થાન વાળા સરક્યુલેશનના લોકેશન પર રહેશે.

થોડાક કલાકોમાં સિસ્ટમ રાજસ્થાનના બદલે ગુજરાત તરફ યુટર્ન લેશે એટલે સૌરાષ્ટ્રના અરબી સમુદ્ર સુધી ટ્રફ લંબાશે એટલે વરસાદ આવી જાશે. બાકી વરસાદથી વંચિત સૌરાષ્ટ્ર સારા વરસાદ સંજોગ બની રહ્યા છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version