ફેસબુકનો ઈતિહાસ

આજના જમાનામાં મોટા ભાગના લોકો Social Media સાથે જોડાયેલા છે, જેમકે Whatsapp, Instagram, Facebook, Twitter, Telegram જેવા અનેક Social Media વેબસાઈટ અને એપ્લીકેશનનો સમાવેશ થાય છે. Social Media નેટવર્કમાં Facebook એ ઘણા સમયથી ચાલે છે. મોટા ભાગના લોકો માટે Facebook એક મહત્વની એપ બની ગઈ છે, જેના દ્વારા લોકો પોતાના જીવનમાં આનંદ માણી શકે છે. આ Social Media નેટવર્કના લીધે બાળકો, યુવાનોથી લઈને વૃધ્ધ લોકો પણ આ સેવાઓનો લાભ લઈને આનંદ માણી શકે છે.

Facebook ની સ્થાપના કોણે કરી?

Facebook ની સ્થાપના માર્ક ઈલિયટ ઝુકરબર્ગ નામના વ્યક્તિએ કરી હતી, જેનો જન્મ 14 મે 1984 ના રોજ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં થયો હતો. માર્ક ઈલિયટ ઝુકરબર્ગે પોતાનો અભ્યાસ હાવર્ડ વિશ્વવિધાલયમાં કર્યો હતો, જ્યાં તેમને Facebook બનાવવાનો વિચાર આવ્યો હતો. ફેસબુકની શરૂઆત કરવામાં આવી ત્યારે તે માત્ર હાવર્ડ સુધી જ તેનો ઉપયોગ થતો હતો. ધીમે ધીમે Facebook વેબસાઈટનો ઉપયોગ બૉસ્ટન અને સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીમાં પણ થવા લાગ્યો, ત્યારે ફેસબુક નામની વેબસાઈટ માત્ર વિધાર્થીઓની ડીરેક્ટરીના રૂપમાં જ કામ કરતી હતી.

ફેસબુકની સ્થાપના કર્યા પહેલા માર્ક ઝુકરબર્ગે “Facemash” નામનો પ્રોગ્રામ બનાવ્યો હતો, જેના દ્વારા તેમણે વિધાર્થીઓની આઈડી અને ફોટોના હેક કર્યા હતા, જેના કારણે આ પ્રોગ્રામને બેન (બંધ) કરવામાં આવ્યો હતો. ફેસબુકને સૌથી પહેલા “ધ ફેસબુક (The Facebook)” નામ આપવામાં આવ્યું હતુ, ધીમે ધીમે “ધ ફેસબુક” ખુબ પ્રખ્યાત થવા લાગ્યુ તે પછી 2005માં તેનું નામ બદલીને “ફેસબુક (Facebook)” કરી નાંખવામાં આવ્યું. જોકે 17 વર્ષ પછી એટલે કે 2021 માં ફરી એકવાર તેનું નામ બદલીને “મેટા (Meta)” કરી નાંખવામાં આવ્યું છે, પણ “Facebook App” નું નામ નથી બદલવામાં આવ્યું.

સોશલ મીડીયા નેટવર્ક ફેસબુક (Facebook) ના ફાયદાઓ:-

(1) સોશલ મીડીયા એપ અને વેબસાઈટ ફેસબુક દ્વારા મોટા ભાગના લોકો પોતાના પ્રોડક્ટનું સરળતાથી વેચાણ કરી શકાય છે. આ સાથે તેમને ખુબ જ ઓછી કિંમતોમાં ફેસબુક દ્વારા મોટી કમાણી કરી શકે છે.
(2) આજના વ્યસ્તતાવાળા જીવનમાં લોકોને પોતાના સગા-સંબંધીઓ તથા મિત્રોને રૂબરૂ મળવાનો સમય નથી ત્યારે ફેસબુક દ્વારા આ લોકો અકબીજાને મળ્યા વિના પણ એકબીજા સાથે જોડાઈ શકે છે. કારણ કે ફેસબુક દ્વારા ગમે તે વ્યક્તિને ગમે ત્યારે એકબીજા સાથે જોડી શકાય છે.
(3) ફેસબુક દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો બિજા અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે, એટલે કે કોઈ નાનો વ્યક્તિ પણ પોતાના વિચારો કોઈ મોટી સંસ્થા કે સરકાર સામે મુકવા હોય તો તેને ફેસબુક દ્વારા મુકી શકાય છે.
(4) ફેસબુકમાં નવા નવા ફીચર્સો આવતા કોઈ પણ પ્રકારના વિષય પર માહિતી મેળવવી ખુબ જ સરળ બની ગઈ છે. ફેસબુક પર ઘણી પ્રકારની શ્રેણીઓ પાડવામાં આવી છે જેના દ્વારા યુસરને જે કઈ પણ માહિતી મેળવવી હોય તે સરળતાથી મળી રહે છે.
(5) ફેસબુક દ્વારા તમે તમારા જુના મિત્રોને સરળતાથી શોધી શકો છો અને તમે તેમને પોતાના સંપર્કમાં રાખી શકો છો.
(6) ફેસબુક દ્વારા તમે તમારા મિત્રો, સગા-સંબંધીઓ સાથે ફ્રીમાં વિડીયો કોલ કરી શકો છો.
(7) ફેસબુક પર તમે પોતાની જરૂરીઆત અનુસાર ગ્રુપ પણ બનાવી શકો છો. આ ગ્રુપમાં તમે અનેક લોકોને જોડી શકો છો અને એક-બીજાના વિચારોની આપ-લે કરી શકો છો. ફેસબુક ગ્રુપની સાથે તમે ફેસબુક પેજ પણ બનાવી શકો છો, જ્યાંથી તમે તમારા ધંધા-વ્ય્વસાયને આગળ વધારી શકો છો.
(8) ઓનલાઈન કાર્ય કરતા લોકો માટે ફેસબુકને એક મહત્વનો પાયો ગણી શકાય છે, કારણ કે ફેસબુક પરથી તેઓને ઘણી માહિતીઓ સરળતાથી મળી રહે છે.

સોશલ મીડીયા નેટવર્ક ફેસબુકથી થતા નુકસાન:-

(1) તમારા ફેસબુક પર રહેલી તમારી ખાનગી માહિતી અન્ય લોકોને સરળતાથી મળી રહે છે, જેના લીધે તમારી પર્સનલ (ખાનગી) માહિતી લીક થઈ શકે છે. આમ, ફેસબુકના કારણે તમારી અંગત માહિતી ચોરી થઈ શકે છે.
(2) ફેસબુક એક સોશલ મીડીયા પ્લેટફોર્મ હોવાથી તેમાં આવતી તમામ માહિતીઓ 100% સાચી હોતી નથી, કોઈ પણ લોકો પોતાના ફાયદા માટે બીજાને ખોટી માહિતી પહોંચાડતા હોય છે.
(3) ફેસબુકમાં આવતી માહિતીમાં સત્યની ખાત્રી નથી કરવામાં આવતી, તેથી તેમાં ઘણી વખત ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે, આવી ખોટી અફવાઓ લોકોના વિચારો અને જીવનધોરણને મોટા પાયે અસર કરે છે.
(4) ફેસબુક પર લોકો પોતાની પ્રસનાલીટી સારી દેખાડવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરે છે, જેથી તેમને ધીમે ધીમે સોશલ પ્લેટફોર્મ પર રહેવાની આદત પડી જાય છે. જે તેમની વાસ્તવિક જીવનશૈલી પર ખુબ જ અસર કરે છે અને એક જ ઘરમાં રહેતા લોકો એકબીજાને સમય આપવાના બદલે ફેસબુકમાં રહેલા મિત્રોને સમય આપે છે. એટલે ધીમે ધીમે પોતાના સગા-સંબંધીઓથી દુર થતો જાય છે.
(5) સોશલ મીડીયા નેટવર્ક ફેસબુકમાં રહેલા મિત્રોની સંખ્યા અને લાઈકની સંખ્યાથી લોકોને સેલ્ફ-પ્રમોશન મળે છે, જે તેમની વાસ્તવિક જીવનથી ખુબ જ અલગ છે.
(6) ફેસબુક પર દરરોજ નવા નવા ફોટાઓ અપલોડ થતા હોય છે. ઘણી વાર આ ફોટાઓ સાથે વાઈરસ પણ હોય છે, જેની ફેસબુક કે અન્ય વેબસાઈટ દ્વારા કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં આવતી નથી. જેના કારણે ફેસબુકથી તમારો મોબાઈલ કે તમારું કોમપ્યુટર હેક થવાની શક્યતાનો વધારો થાય છે.

Share