Twitter નો ઈતિહાસ

મોટા ભાગના લોકો પોતાના સ્માર્ટફોનમાં Whatsapp, Facebook, Instagram જેવી સોશલ મીડિયા એપ વાપરતા જ હોય છે, પરંતુ Twitter પણ એક સોશલ મીડિયા એપ છે પરંતુ Twitter પાસે Facebook જેટલાં યુઝર્સ નથી. Twitter પાસે Facebook કરતાં ઓછાં યુઝર્સ હોવાનું મુખ્ય કારણ એ છે કે લોકો પાસે Twitter વિશેની સંપુર્ણ માહિતી હોતી નથી, જેના લીધે તેઓ Twitter નો ઉપયોગ ખુબ ઓછાં પ્રમાણમાં કરે છે. આજે અહીં આપણે Twitter શું છે? તેની સ્થાપના કોણે કરી? Twitter ના ફાયદા શું છે? તે અંગે વિગતવાર માહિતી મેળવીશું.

Twitter શું છે?

Twitter ને સામાન્ય રીતે આપણે એક સોશલ નેટવર્કિંગ સાઈટ કહી શકાય છે, જેનો ઉપયોગ ઓનલાઈન ન્યુઝ તરીકે કરી શકાય છે. આ સોશલ નેટવર્કિંગ સાઈટમાં 140 અક્ષરો સુધી પોસ્ટ (માહિતી) લખી શકતા હતા, પરંતુ નવેમ્બર 2017 પછી આ મર્યાદા વધારીને 280 અક્ષરો કરવામાં આવી છે. Twitter યુઝર્સ તેમના અન્ય Twitter યુઝર્સ મિત્રોને ફોલો કરી શકે છે અને તેઓએ કરેલા ટ્વીટ્સ અને રીટ્વીટ્સને જોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, Twitter નું પુરું નામ “Typing What I’m Thinking That Everyone’s Reading” છે, જેનો અર્થ એ થાય છે કે “ આપણે જે વિચારીએ છીએ એવું લખીએ અને તે દરેક લોકો વાંચી શકે.”

ટ્વીટર (Twitter) ની સ્થાપના કોણે કરી?

ટ્વીટરની સ્થાપના Jack Dorsey, Noah Glass, Biz Stone અને Evan Williams સાથે મળીને કરવામાં આવી છે. Twitter ની સ્થાપના માર્ચ 2006 માં કરવામાં આવી હતી, જેને જુલાઈ 2006 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. Jack Dorsey નામના વ્યક્તિને પહેલી વાર એવો વિચાર આવ્યો હતો કે, તેઓ ખરેખર એવી સર્વિસ બનાવવા માંગે છે, જેના દ્વારા લોકો પોતાના મિત્રો શું કરે છે, ક્યાં જાય છે જેવી બાબતો વિશે માહિતગાર રહી શકે. Twitter ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, Twitter સૌપ્રથમ નામ “Twitch” રાખવામાં આવ્યું હતુ.

ટ્વીટર (Twitter) પર ઉપલબ્ધ ખાસ ફીચર્સ:

Twitter એક સોશલ મીડિયા એપ્લીકેશન હોવાથી તેનો ઉપયોગ ઘણા લોકો કરે છે, તેમ છતાં ઘણા લોકોને Twitter અંગેની સંપુર્ણ માહિતી નથી, તેથી અહીં આપણે Twitter પર ઉપલબ્ધ ખાસ ફીચર્સ અંગે માહિતી મેળવીએ.

  1. Tweet: Twitter પર લખવામાં આવતા મેસેજને Tweet (ટ્વીટ) કહેવામાં આવે છે. ટ્વીટરની શરૂઆત થઈ ત્યારે આ ટ્વીટરમાં માત્ર 140 અક્ષરો સુધી મેસેજ લખી શકતા હતા, પરંતુ 2017 માં આ મેસેજના અક્ષરોની સંખ્યા વધારીને 280 કરવામાં આવી હતી.
  2. Twitter Feed: ટ્વીટરના આ ફીચર્સ દ્વારા તમે જે લોકોને ફોલો કરો છો, તેના દ્વારા Twitter માં જે કંઈ પણ અપડેટ કરવામાં આવી હોય તેને તમારા Twitter હોમ પેજ પર બતાવવામાં આવે છે.
  3. Retweet: Twitter પર અન્ય લોકો દ્વારા કરવામાં આવેલ Tweet ને તમે શેર કરો છો, તો તેને Retweet કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો, અન્ય લોકો દ્વારા કરવામાં આવેલા મેસેજને શેર કરવો.
  4. Direct Message: ટ્વીટરમાં આ સુવિધા ખુબ જ મહત્વની છે. ટ્વીટરના આ ફીચર્સ દ્વારા માત્ર બે ખાસ વ્યક્તિઓ વચ્ચે માહિતીની આપ-લે થઈ શકે છે. Twitter યુઝર્સ પાસે એક Direct Message નું ફીચર્સ ઉપલબ્ધ હોય છે, જેના દ્વારા તે Twitter પર તેને ફોલો કરનાર વ્યક્તિને મેસેજ કરી શકે છે.
  5. Twitter Handle: જે User Name દ્વારા Twitter ઉપયોગ કરનાર લોકો પોતાનું અકાઉન્ટ બનાવે છે, તેને Twitter Handle તરીકે ઓળખવામાં આવે છે. આ User Name ઓછામાં Characters (અ‍ક્ષરોમાં) અને વધુમાં વધુ 15 Characters (અ‍ક્ષરોમાં) હોવું જોઈએ, તેમજ આ User Name માં તમે અક્ષરો, આંકડાઓ અને અન્ડરસ્કોરનો ઉપયોગ કરી શકો છો, તેમાં Spaces (ખાલી જગ્યા) નો ઉપયોગ થઈ શકતો નથી. જોકે તમે તમારું ડિસ્પલે નામ 50 અક્ષરો સુધી લખી શકો છો.
  6. Mention: ટ્વીટરમાં આ ફીચર્સને સૌથી ખાસ ગણવામાં આવે છે, કારણ કે ટ્વીટરના ફીચર્સ દ્વારા આ Tweet કોના માટે લખવામાં આવ્યું છે, તે જણાવી શકો છો. ટ્વીટરના ફીચર્સથી તમે કોઈ પણ સેલેબ્રીટીને તમારા ટ્વીટમાં  Mention કરી શકો છો. તમારા ટ્વીટમાં તમે જે કોઈ વ્યક્તિને Mention કરો છો, તેને તમારા ટ્વીટ કર્યાની સૂચના મળે છે, જેના દ્વારા તે તમારા ટ્વીટનો પ્રત્યુતર આપી શકે છે.
  7. Hashtag (#): ટ્વીટર પર તમે જે-તે મુદ્દાઓને મેન્શન કરો છો, તેને Hashtag દ્વારા કરવામાં આવે છે. જ્યારે તમે કોઈ મુખ્ય મુદ્દા પર વાત કરવા માંગતા હોવ ત્યારે આ Hashtag ફીચર્સનો ખુબ ઉપયોગ થાય છે. જે લોકો તમને ફોલો ન કરતા હોય એવા લોકો સુધી પણ તમે તમારી માહિતી પહોંચાડી શકો છો.  ટ્વીટર પર પર ટ્રેન્ડિંગ થતા ટોપિક Hashtag ના ફીચર્સ દ્વારા જ થાય છે.

ટ્વીટર (Twitter) ના ફાયદાઓ:

  • હાલમાં કોઈ લોકો પાસે સમય નથી હોતો, તેથી ટ્વીટરનો ઉપયોગ કરીને તમે તમારા મિત્રો તથા સગા-સંબધીઓ સાથે સોશલ મીડિયાના માધ્યમથી એક-બીજા સાથે જોડાઈ શકો છો.
  • લોકો પોતાની વસ્તુ કે સેવાની જાહેરાત કરવા માંગતા હોય તો Twitter પર સરળતાથી પોતાની વસ્તુ કે સેવાનું માર્કેટિંગ કરી શકે છે.
  •  Twitter એક સોશલ મીડિયા નેટવર્ક હોવાથી દેશ-વિદેશની કોઈ પણ જાણકારીઓ ખુબ ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે.
  • Twitter પર લોકો પોતાના મનપસંદ સેલિબ્રિટીને ફોલો કરી શકે છે, જેના દ્વારા તેઓ પોતાના મનપસંદ સેલિબ્રિટી અંગેની નવી નવી માહિતીઓ મેળવી શકે છે અને સેલિબ્રિટી પોતાના ચાહકો સાથે સરળતાથી જોડાઈ શકે છે.
Share