Whatsapp એ હાલમાં એક ખુબ જ મહત્વપુર્ણ એપ બની ગઈ છે. Whatsapp કયારેય પણ પોતાની એપ્લીકેશનનું પ્રમોશન કે માર્કેટિંગ કરાવ્યું નથી, તેમ છતાં Whatsapp Application એવી એપ છે જેણે ઓછા સમયમાં ખુબ જ પ્રચલિત એપમાંથી એક એપ છે. Whatsapp Application એક એવી એપ છે જેમાં કોઈ પણ પ્રકારની જાહેરાત બતાવવામાં આવતી નથી, જેના લીધે Whatsapp ખુબ જ સરળ બની જાય છે. હાલમાં Whatsapp મોટા ભાગના સ્માર્ટફોનમાં જોવા મળે છે, પરંતુ તમે જાણો છો કે Whatsapp Application કોણે અને કેવી રીતે બનાવી? તો ચાલો આજે આપણે Whatsappની મહત્વપુર્ણ માહિતી વિશે જાણીએ.
Whatsapp Application કોણે બનાવી?
Whatsapp Application બનાવનાર વ્યક્તિનું નામ ‘જેન કૂમ’ છે, જેમણે પોતાના મિત્ર ‘બ્રાયન એક્ટન’ સાથે મળીને Whatsapp Application બનાવી છે. Whatsapp Application બનાવનાર જેન કૂમનો જન્મ 24, ફેબ્રુવારી 1976ના રોજ યુક્રેનના કીવ શહેરમાં થયો હતો. નાની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવ્યા બાદ તેઓ પોતાની માતા અને બહેન સાથે અમેરિકા ચાલ્યા ગયા, જ્યાં તેઁમણે ખુબ જ નબળી પરિસ્થિતિમાં પોતાનું જીવન ગુજાર્યુ.
જેન કૂમે જેવી તેવી રીતે કોમ્યુટર નેટવર્કનો અભ્યાસ પુર્ણ કરી 1997માં તેમને ‘Yahoo’ કંપનીમાં નોકરી મળી ગઈ, જ્યાં તેમની મુલાકાત બ્રાયન એક્ટન નામના વ્યક્તિ સાથે થઈ. જેન કૂમે ‘Yahoo’ કંપનીમાં 9 વર્ષ સુધી નોકરી કરીને છોડી દિધી, ત્યાર પછી તેઓએ એક વર્ષ સુધી કોઈ પણ કામ ન કર્યુ અને તે પછી તેઓએ પોતાના માટે Apple નો iPhone ખરીદ્યો. Apple નો iPhone ખરીદ્યા બાદ તેમને વિચાર આવ્યો કે, ભવિષ્યમાં એપ્લીકેશનનો ઉપયોગ મોટા પ્રમાણમાં વધવાનો છે. જેન કૂમે એક એવી એપ્લીકેશન બનાવવાનો વિચાર આવ્યો જેના લીધે મોબાઈલ યુસર પોતાના મિત્રો, પરીવાર અને ધંધાલક્ષી સાથે વધુ સારી રીતે વાતચીત કરી શકે.
જેન કૂમને એપ્લીકેશન બનાવવાનો વિચાર આવ્યા બાદ તેઓએ પોતાના મિત્ર બ્રાયન એક્ટન સાથે વાતચીત કરી પોતાના રુસના એક મિત્ર એલેક્સ ફિશમેનની મદદથી રુસી ડેવલોપર ઈગોર સોલો મનિકોવે એક એપ્લીકેશન બનાવી જેનું નામ Whatsapp રાખવામાં આવ્યું. જેન કૂમ માટે Whatsapp Application એક મોટી શરૂઆત હતી, પરંતુ ઘણી નિષ્ફળતાઓના કારણે તેમને વિચાર્યું કે, આ એપ્લીકેશન નહીં ચાલે, ત્યારે તેમના મિત્ર બ્રાયન એક્ટને તેમને પ્રોત્સાહિત કરીને ફરી વાર મહેનત કરવાનું કહ્યું, ત્યાર બાદ તેઓએ ફરી કામ કરવાનું શરૂ કર્યુ.
ફેબ્રુઆરી 2013 સુધી Whatsapp Application માં 50 લોકો કામ કરતા હતા અને ત્યારે 20,00,000,00 લોકો Whatsapp Application ચલાવતા હતા. તે પછી Facebook દ્વારા Whatsapp Application ને 19 બીલીયન ડોલર (લગભગ 1,23,000 કરોડ રૂપિયા) ખરીદવામાં આવી હતી, જે તે સમયની સૌથી મોટી ડીલ હતી.
Whatsapp Application વિશેની મહત્વપુર્ણ જાણકારી:
- Whatsapp Application ની શરૂઆત થઈ ત્યારે Whatsapp ની સેવા પર પૈસા ચુકવવા પડતા હતા, પરંતુ Whatsapp ને ફેસબુક દ્વારા ખરીદ્યા બાદ આ Whatsapp ની સર્વિસ ફ્રીમાં શરૂ કરવામાં આવી.
- Whatsapp Application દ્વારા માહિતીની આપ-લે કરવી ખુબ જ સરળ છે.
- Whatsapp Application માત્ર મોબઈલ નંબર દ્વારા જ ઉપયોગ કરી શકાય છે, Whatsapp નો ઉપયોગ કરવા માટે કોઈ પણ પ્રકારનું USer ID કે Password બનાવવાનું રહેતું નથી.
- ભારતમાં સૌથી લોકપ્રિય એપ Whatsapp Application છે, કારણ કે Whatsapp Application સૌથી વધુ યુસર ભારતમાં જ છે. વર્ષ 2019 સુધીમાં Whatsapp Application યુસરની સંખ્યા 40,00,00,000 હતી.
Whatsapp Application પર ઉપલબ્ધ સેવાઓ:
Whatsapp Group :- Whatsapp Application માં એક Whatsapp Group બનાવી અનેક લોકોને જોડી શકાય છે, જેના દ્વારા એક સાથે તમામ લોકોને એક સાથે મેસેજ, ફોટા કે વિડીયો વગેરે મોકલી શકાય છે. આ સાથે જ તમે તમારા Whatsapp Group દ્વારા Invitation Link શેર કરી અન્ય લોકોને તમારા Whatsapp Group માં જોડી શકો છો.
Whatsapp Call and Video Call:- Whatsapp દ્વારા તમે તમારા જાણીતા લોકો સાથે ફ્રી કોલ અને વિડીયો કોલ કરી શકો છો.
Whatsapp Broadcast:- Whatsapp Group થી એક અલગ Whatsapp Broadcast દ્વારા Whatsapp Broadcast રહેલા તમામ મેમ્બરને પ્રાઈવેટ રીતે મેસેજ કરી શકાય છે.
Whatsapp Web:- Whatsapp Web ની સુવિધા દ્વારા તમારું Whatsapp અકાઉન્ટ એક સાથે મોબાઈલ અને કોમ્પ્યુટર/લેપટોપમાં ચલાવી શકો છો.
Mark as Unread: Whatsapp ના ફીચર્સ સાથે તમે કોઈનો મેસેજ વાંચ્યા બાદ પણ તેને Unread કરી શકો છો, જેથી મેસેજ મોકલનારને મેસેજ વાંચી લિધાની ખબર ન પડે.
Whatsapp Privacy Setting:- Whatsapp ના પ્રાઈવસી ફીચર્સ સાથે તમે તમારા last seen, profile photo, status, about જેવી માહિતીઓ છુપાવી શકો છે.
Two Step Verification:- Whatsapp ના આ ફીચર્સ દ્વારા તમે તમારા Whatsapp ને સુરક્ષિત કરી શકો છો, એટલે જો કોઈ તમારું Whatsapp ખોલે તો ત્યારે તેમને Whatsapp ખોલવા માટે વેરીફીકેશન કોડ દાખલ કરવો પડશે.
Delete For Everyone:- Whatsapp ના Delete For Everyone ફીચર્સથી સેન્ડ કરેલ મેસેજ મોકલનાર અને મેળવનાર બન્નેમાં Delete થઈ જશે.
Pin Chat: આ ફીચર્સ દ્વારા તમારા મનપસંદ ગ્રુપ અથવા ચેટને Whatsapp પર સૌથી ઉપર રાખી શકો છો.
આ સાથે જ Whatsapp પર તમે Status પણ મુકી શકો છો, જે તમારી પ્રોફાઈલ પર 24 કલાક સુધી રહે છે, ત્યાર બાદ તે આપોઆપ Delete થઈ જાય છે. તેમજ Whatsapp Application માં તમે ઓનલાઈન UPI Payment પણ કરી શકો છો અને તમારું લાઈવ લોકેશન પણ શેર કરી શકો છો.