Youtube: આજના સમયમાં થોડાક લોકો જ એવા હશે કે જેઓ “Youtube” નામના શબ્દથી અજાણ્યા હોય. Youtube એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાનો વધુમાં વધુ સમય વિતાવતા હશે. Youtube એ એક વિડિયો જોવા માટેની સૌથી પ્રચલિત એપ્લીકેશન અને વેબસાઈટ છે. હાલમાં Youtube એક એવું સોશલ મીડિયા પ્લેટફોર્મ છે, જ્યાં લોકો પોતાની મનપસંદ અનુસારના તમામ વિડિયો જોઈ શકે છે. પરંતુ શું તમને ખબર છે કે Youtube ની શરૂઆત ક્યારથી થઈ? Youtube ની સ્થાપના કોણે કરી? તો ચાલો આજે આપણે Youtube અંગેની તમામ માહિતી મેળવીએ.
Youtube ની સ્થાપના કોણે કરી?
Youtube ની સ્થાપના સ્ટીવ ચેન (Steve Chen), ચાંદ હર્લી (Chad Hurley) અને જાવેદ કરીમ (Jawed Karim) નામના ત્રણ લોકોએ એકસાથે મળીને કરી છે. આ ત્રણેય સ્ટીવ ચેન, ચાંદ હર્લી અને જાવેદ કરીમ પહેલા Pay Pal કંપનીમાં એક સાથે કામ કરતા હતા. ચાંદ હર્લીએ ઈન્ડિયાના યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા (Indiana University of Pennsylvania) માં ડિઝાઈનિંગ (Designing) નો કોર્સ કર્યો હતો, જ્યારે સ્ટીવ ચેન અને જાવેદ કરીમે યુનિવર્સિટી ઓફ ઈલીનોઈસ (University of Illinois) માં કમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ કર્યો હતો.
સ્ટીવ ચેન અને ચાંદ હર્લીએ સ્ટીવ ચેનના એપાર્ટમેન્ટમાં એક ડીનર પાર્ટીનું આયોજન રાખવામાં આવ્યું હતુ, ત્યારે તેઓએ આ પાર્ટીના અમુક વિડિયો બનાવ્યા હતા તેને ઓનલાઈન શેર કરવા માટે કોઈ રસ્તો મળતો ન હતો. તેમજ જ્યારે જાવેદ કરીમને 2004 માં હિંદ સાગરમાં આવેલ સુનામીનો વિડિયો ઓનલાઈન ન મળ્યો, એટલે એમને વિચાર આવ્યો કે, કોઈ વ્યક્તિ પાસે હિંદ સાગરમાં આવેલ સુનામીનો વિડિયો બનાવેલો તો હશે, પરંતુ તેમની પાસે આ વિડિયો ઓનલાઈન શેર કરવા માટે કોઈ પણ પ્રકારનું પ્લેટફોર્મ નહીં હોય, જેના કારણે આ વિડિયો ઓનલાઈન શેર કરવામાં નથી આવ્યો. આમ, આવા વિડિયો ઓનલાઈન શેર થઈ શકે તે માટે એક પ્લેટફોર્મ બનાવવાનો વિચાર તેમના મનમાં આવ્યો, ત્યાર પછી તેઓએ પોતાનો આ વિચાર તેમના મિત્રોને જણાવ્યો અને સ્ટીવ ચેન, ચાંદ હર્લી અને જાવેદ કરીમે 14 ફેબ્રુવારી, 2005 ના રોજ Youtube નામના પ્લેટફોર્મની સ્થાપના કરી. 14 ફેબ્રુવારી, 2005 ના રોજ Youtube લોન્ચ થયા બાદ, Youtube ના સૌપ્રથમ યુટ્યુબર જાવેદ કરીમે 23 એપ્રિલ, 2005 ના રોજ Youtube પર સૌથી પહેલો વિડિયો અપલોડ કર્યો હતો અને આ વિડિયોનું નામ “Me at the zoo” રાખવામાં આવ્યું હતું.
સોશલ મીડિયા પ્લેટફોર્મ Youtube ના ફાયદાઓ :-
- સોશલ મીડિયા પ્લેટફોર્મ Youtube નો લાભ વિધાર્થીઓને ખુબ જ થાય છે. Youtube દ્વારા વિધાર્થીઓ પોતાના શિક્ષણને અનુરૂપ વિડિયો જોઈને પોતાનું માર્ગદર્શન કરી શકે છે. Youtube પર આજે શિક્ષણના એટલા બધા વિડિયો જોવા મળે છે કે વિધાર્થી ભણવામાં કે સમજવામાં જે કઈ પણ પ્રશ્નમાં તકલીફ પડે તો તે પ્રશ્નના ઘણા બધા વિડિયો તેમને Youtube પર મળી રહે છે, જેના દ્વારા તે પોતાના પ્રશ્નોનું નિરાકરણ (નિવારણ/ ઉકેલ) સરળતાથી મેળવી શકે છે. વિધાર્થી પોતાના મનમાં ઉદભવતા પ્રશ્નોનું તત્કાલ ઉકેલ લાવી શકે છે અને તેની ખાસ વાત એ છે કે, Youtube પર તેઓ કોઈ પણ પ્રકારની ફી ચુકવ્યા વગર પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન ઓનલાઈન શિક્ષણનું મહત્વ ખુબ જ વધી ગયું છે, જોકે આ પહેલા પણ Youtube પર ઓનલાઈન શિક્ષણ મળી રહેતું હતુ.
- સોશલ મીડિયા પ્લેટફોર્મ Youtube દ્વારા વિધાર્થીઓની સાથોસાથ સામાન્ય લોકોને પણ તેનો મોટો લાભ થાય છે. જો કોઈ વ્યક્તિને કોઈ જગ્યા વિશેની માહિતી મેળવવી હોય તો તે સરળતાથી મેળવી શકે છે. હાલમાં Youtube પર મોટા ભાગના જોવા લાયક સ્થળો વિશેની માહિતીઓ સરળતાથી મળી રહે છે, જેના દ્વારા તેઓ તે સ્થળો પર જવું કે ન જવું તે અંગેના નિર્ણયો સરળતાથી લઈ શકે છે.
- Youtube દ્વારા ખેડુતોને પણ લાભ થાય છે. ખેડુતો પોતાના પાકને લગતી મુશ્કેલીઓના નિવારણ માટે Youtube પર આપવામાં આવતા વિડિયો જોઈ શકે છે. ખેડુતોને પોતાના પાકના ભાવો પણ જાણી શકે છે. આ સાથોસાથ કેંદ્ર સરકાર અથવા રાજ્ય સરકારો દ્વારા ખેડુતો માટે બહાર પાડવામાં આવતી નવી નવી યોજનાઓ વિશે સરળતાથી માહિતી મેળવી શકે છે. આમ, Youtube દ્વારા ખેડુતો કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓમાં કેવી રીતે લાભ લઈ શકાય તે અંગેની મહત્વપુર્ણ માહિતી સરળતાથી મળી શકે છે.
- Youtube એ Google પછીનું સૌથી મોટું સોશલ મિડિયા પ્લેટફોર્મ છે. કોઈ મોટી કંપની દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટ/ વસ્તુનું વેચાણ કરવા કે તેના દ્વારા આપવામાં આવતી સર્વિસ લોકો સુધી પહોંચે તે માટે તેઓને જાહેરાતો કરવાની જરૂર પડે છે ત્યારે Youtube તેમની માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની જાય છે. કારણ કે તેઓ Youtube પર સરળતાથી પોતાની વસ્તુ કે સેવા અંગેની જાહેરાત કરી શકે છે.
- કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ ખરીદવાની હોય તો તે વસ્તુ અંગેની તમામ માહિતી તેમને Youtube પર સરળતાથી મળી રહે છે, તેથી તેને કઈ વસ્તુની ખરીદી કરવી તે અંગેના નિર્ણયો લેવા માટે મદદ કરે છે.
- અત્યારે Youtube પર સરળતાથી ટ્રેડિંગ સમાચારો અંગેની માહિતી મેળવી શકાય છે. અત્યારે Youtube તમામ પ્રકારના ન્યુઝ મળી રહે છે, જેના કારણે વાયરલ/ ટ્રેડિંગ ન્યુઝ સરળતાથી મળી રહે છે.
- Youtube આટલા બધા ફાયદાઓ સાથે વધુ એક મહત્વનો ફાયદો એ છે કે, સામાન્ય લોકો પણ Youtube દ્વારા કમાણી કરી શકે છે. તમને કોઈ વસ્તુ કે માહિતીની સાચી જાણકારી હોય, તો તમે તેનો વિડિયો બનાવીને Youtube પર અપલોડ કરીને કમાણી કરી શકો છો. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન લોકડાઉન થયું હતુ ત્યારે ઘણા લોકો ઓનલાઈન પૈસા કમાવવા માટે Youtube માં જોડાયા હતા અને અત્યારે Youtuber બનીને પૈસાની કમાણી કરી રહ્યાં છે. આમ, તમે Youtube દ્વારા પૈસાની કમાણી પણ કરી શકો છો.