આજના ડીજીટલ યુગમાં બધા પોતાનો ખાલી સમય સોશલ મીડિયા પ્લેટફોર્મ પર જ પસાર કરે છે. લોકો પોતાનો ખાલી સમય Whatsapp, Instagram, Facebook, Twitter, Telegram, snapchat, sharechat વગેરે જેવા સોશલ મીડિયા એપ પર પસાર કરવાનું પસંદ કરે છે. આવી એપ દ્વારા લોકો પોતાના ખાલી સમયમાં મનોરંજન કરતા હોય છે. આજના સમયમાં Instagram એપને ન જાણતા હોય તેવા થોડાક જ લોકો છે, કારણ કે Instagram આજે મોટા ભાગના લોકોની લોકપ્રિય સોશલ મીડિયા એપ છે. પરંતુ શું તમે જાણો છો કે Instagram શરૂઆત કોણે કરી અને કેવી રીતે કરી? તો ચાલો આજે આપણે Instagram વિશે વિગતવાર માહિતી મેળવીએ.
Instagram એપ કોણે બનાવી?
સોશલ મીડિયા એપ Instagram અમેરીકામાં રહેતાં Kevin Systrom અને તેમના સાથીદાર Mike Krieger દ્વારા બનાવવામાં આવી છે. Kevin Systrom નો જન્મ 30 ડિસેમ્બર, 1983 માં થયો હતો. કેવિન જ્યારે સ્કુલમાં ભણતા હતા ત્યારે કમ્પ્યુટર પ્રોગામ વિશેની માહિતી પ્રાપ્ત થઈ હતી, ધીરે ધીરે તેમને કમ્પ્યુટર પ્રોગામમાં રસ વધતો ગયો અને તેઓએ પોતાના મિત્રોના મેસેંજર અકાઉન્ટને હેક કરવા માટે એક પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. Kevin Systrom 2006 માં પોતાની ડિગ્રી પુરી કરીને 3 વર્ષ સુધી Google માં નોકરી કરી, જેમાં તેમણે Google Calendar, Gmail & Docs અને Spreadsheet પર કામ કર્યુ હતું.
Google માંથી નોકરી છોડ્યા બાદ તેઓએ Nextstop.com નામના સ્ટાર્ટઅપમાં કામ કર્યુ, તે દરમિયાન તેમને ઈન્ટરનેટ દ્વારા ફોટો શેર કરવાના પ્લેટફોર્મની જરૂરીયાત પડી, તેથી તેઓ પોતાના ખાલી સમયમાં ફોટો શેરિંગ પર કામ કરવાનું શરૂ કર્યુ, જેને સૌથી પહેલા બર્બન નામ આપવામાં આવ્યું હતું. થોડા સમય બાદ તેઓનું બર્બન સ્ટાર્ટઅપ કોઈ કારણો ચાલ્યું નહીં ત્યારે તેઓએ ફોટો શેરિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યુ. કેવિન જ્યારે ફોટો શેરિંગ પર કામ કરતા હતા ત્યારે તેમની મંગેતરે કહ્યું કે, ફોટો શેરિંગ માટે ફિલ્ટર્સ હોવું ખુબ જ જરૂરી છે, જેથી ફોટો વધારે સારો દેખાય શકે. ત્યાર પછી કેવિને તેમના કો ફાઉન્ડર માઈક સાથે મળીને ફોટા ફિલ્ટર્સ પર 8 અઠવાડિયા સુધી કામ કરી 6 ઓક્ટોમ્બર, 2010 ના રોજ સોશલ મીડિયા એપ “Instagram” ને લોન્ચ કરવામાં આવી.
કેવિન અને તેમના સાથીદાર માઈકે આ પ્રોગ્રામનું નામ બર્બન રાખ્યું હતું, પરંતુ જ્યારે તેને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેનું નામ ઈંસ્ટેટ અને ટેલીગ્રામ બન્ને શબ્દને મેળવીને તેનું નામ “Instagram” રાખવામાં આવ્યુ. લોકોને ફિલ્ટર્સ કરેલા પોતાના ફોટો ખુબ પસંદ આવવા લાગ્યા, જેના કારણે ૯ મહિનામાં Instagram ના 7 મીલીયન યુસર થઈ ગયા હતા. ધીમે ધીમે દુનિયાના ખુબ પ્રખ્યાત લોકો પણ Instagram નો ઉપયોગ કરવા લાગ્યા અને ત્યાર બાદ Instagram એક ખુબ જ લોકપ્રિય એપ બની ગઈ.
Instagram લોકપ્રિયતા એટલી બધી વધવા લાગી કે, લોકો Instagram માં ફેસબુક કરતા પણ વધારે ફોટો શેરિંગ કરવા લાગ્યા, જેથી ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે Instagram ને ખરીદવાનો નિર્ણય કર્યો. ત્યાર બાદ Instagram સ્થાપક કેવિને 2012માં ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને Instagram 1 બીલીયન ડોલરમાં વેચી નાંખી.
Instagram ના ઉપયોગથી થતા લાભો/ ફાયદાઓ:
Instagram ના એટલા બધા ફાયદાઓ છે કે, Instagram પર હાલ દર મહિને 200 મિલિયનથી પણ વધારે સક્રિય યુઝર્સ છે, જે ફેસબુક અને ટ્વીટરની સરખામણીમાં ખુબ જ વધુ છે. Instagram નો ઉપયોગ કરનાર યુઝર્સમાં મોટા ભાગે યુવાનો જ છે.
- Instagram દ્વારા તમે તમારા ફોટો અથવા Short Video (નાના વીડિયો) શેર કરી શકો છો. Short Video બનાવીને તમે અન્ય Instagram યુઝર્સનું મનોરંજન કરી શકો છો.
- Instagram એપ ખાસ કરીને ફોટો શેરિંગ માટે બનાવવામાં આવેલી હોવાથી, તેની મુખ્ય બાબત એ છે કે તે ફોટો શેર કરવાની મંજુરી આપે છે.
- Instagram પર વધારે યુજર્સ હોવાથી તે કેટલાક લોકો માટે એક માર્કેટિંગ એપ બની ગઈ છે. જેના કારણે ખરીદનાર અને વેચનાર વચ્ચેના સંબંધો વધુ સારા બન્યા છે.
- Instagram એ અન્ય સોશલ મીડિયા એપ Whatsapp, Instagram, Facebook, Twitter, Telegram વગેરેની જેમ ફ્રી સેવા પ્રદાન કરે છે.
- Instagram પર રહેલા ફોટા અને વિડિયો શેર કરવાની મંજુરી મળે છે, તેથી ઉપયોગી માહિતી શેર કરી શકાય છે.
- Instagram મનોરંજન માટેની સૌથી સારી એપ છે. લોકો પોતાનો ખાલી સમયમાં Instagram નો ઉપયોગ કરીને મનોરંજન મેળવી શકે છે.
- જો તમે અક્ટર (હીરો), ક્રિકેટર, ફુટબોલર વગેરે તમને પસંદ હોય તેવા લોકો સાથે Instagram દ્વારા જોડાઈ શકો છો.
- Instagram દ્વારા તમે પૈસા પણ કમાઈ શકો છો, Instagram થી પૈસા કમાવવા માટે તમારી પાસે સારા ફોલોવર્સ હોય તો તમે કોઈ પ્રોડક્ટ કે સેવાની જાહેરાત કરીને પૈસા કમાઈ શકો છો.
Instagram ના ઉપયોગથી ગેરલાભો/ નુકસાન:
- Instagram માં શેર કરેલા તમારા ફોટો કે વિડિયો ચોરી થઈ શકે છે.
- Instagram એક સોશલ મિડિયા એપ હોવાથી તેમાં આવતી બધી જ જાહેરાતો સાચી હોતી નથી. ઘણી વખત લોભામણી જાહેરાતોના કારણે Instagram યુઝર્સ છેતરપીંડીનો શિકાર થઈ શકે છે.
- અફવાઓ ફેલાવવા લોકો Instagram નો ઉપયોગ કરે છે, કારણ કે Instagram પર આવતી માહિતીઓ સાચી હોય કે ખોટી તેની ચકાસણી કરવામાં આવતી નથી.
- મોટા ભાગના યુવાનો આજે પોતાના અગત્યના કામોને છોડીને Instagram પર પોતાનો સમય બરબાદ કરે છે.