આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો રોજબરોજના ખર્ચાઓ પોતાના મોબાઈલ દ્વારા જ પોતના બેંક એકાઉન્ટથી ચુકવી દેતા હોય છે. આજે વિશ્વમાં ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI પેમેન્ટ સેર્વિસ ઉપલબ્ધ છે, પરંતુ આ સેવાઓ જ્યારે ઉપલબ્ધ ન હતી ત્યારે લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સેવાઓ શરૂ થયા પહેલા લોકો પોતાના મોબાઈલ રીચાર્જ, વિજળી બીલ, ગેસ સિલિન્ડર, ઘર ભાડું વગેરે જેવી ચુકવણી કરવા માટે તેમને બહાર જવું પડતું હતુ, પરંતુ હવે તેઓ પોતાના મોબાઈલ દ્વારા ઘરે બેઠાં જ આ ચુકવણી કરી નાંખે છે. ડીજીટલ પેમેન્ટની સફળતામાં Paytm કંપનીનો સૌથી મોટો ફાળો માનવામાં આવે છે. આજે અહીં આપણે Paytm ની શરૂઆત કોણે અને કેવી રીતે કરી તે અંગે વિગતે માહિતી મેળવીશું.
Paytm ની સ્થાપના કેવી રીતે થઈ?
Paytm એક ઈલેકટ્રોનિક પેમેન્ટ કંપની (Electronic Payment Company) છે, જેનું પુરું નામ “Pay Through Mobile” છે. Paytm કંપનીની સ્થાપના “વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma)” નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે. વિજય શેખર શર્માનો જન્મ ઉત્તર પ્રદેશના નાના શહેર અલીગઢમાં એક લોઅર મિડિલ કલાસ કુટુંબ (ગરીબ પરીવાર) માં થયો હતો. તેઓનું ભણતર એક સરકારી હિંદી માધ્યમિક શાળામાં થયું હતું, જેના લીધે તેમને દિલ્લીની એન્જિનિયરિંગ કોલેજમાં અંગ્રેજી બોલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ધીમે ધીમે ડિક્સનરી, અંગ્રેજી પુસ્તકો અને તેમના મિત્રોના લીધે તેઓને અંગ્રેજી બોલવાનું શીખી ગયા.
વિજય શેખર શર્મા જ્યારે કોલેજમાં હતા ત્યારે તેઁમણે Indiasite.net નામની એક વેબસાઈટ બનાવી હતી, ત્યારે તેમની ઉંમર માત્ર 15 વર્ષની જ હતી. કોલેજ કર્યા પછી તેઓ એક મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરવા લાગ્યા, પરંતુ તેમને નોકરી કરવામાં રસ લાગતો ન હતો અને તેઓને નોકરીના સ્થળે આવવા-જવા માટે છુટા પૈસા ન હોવાને કારણે ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમય દરમિયાન વિશ્વમાં સ્માર્ટફોનનો ઉપયોગ પણ ધીમે ધીમે વધવા લાગ્યો હતો. તેથી તેઓએ વિચાર્યુ કે એક એવું ડીજીટલ પ્લેટફોર્મ તૈયાર કરવું જોઈએ કે જેના દ્વારા લોકો પોતાના નાના-મોટાં નાણાંકીય વ્યવહારો મોબાઈલ દ્વારા જ કરી શકે.
વિજય શેખર શર્માને નાના-મોટાં નાણાંકીય વ્યવહારો મોબાઈલ દ્વારા થઈ શકે તેવું એક પ્લેટફોર્મ બનાવવાનો વિચાર આવ્યા બાદ તેઓની One97 Communication નામની કંપની જે 2005 માં શરૂ કરવામાં આવી હતી, તેની હેઠલ તેઓએ 2010માં Paytm.com નામની વેબસાઈટ શરૂ કરી, જેના દ્વારા લોકોને ઓનલાઈન મોબાઈલ રીચાર્જની સુવિધા પ્રાપ્ત થઈ. વિજય શેખર શર્માની One97 Communication નામની કંપની ન્યુઝ, ક્રિકેટ મેચ સ્કોર, જોક્સ, રીંગટોન તથા પરીક્ષાઓના પરિણામ (Result) ઉપલબ્ધ કરાવતી હતી.
જ્યારે 2010 માં Paytm ની શરૂઆત કરવામાં આવી ત્યારે Paytm જેવી ઘણી કંપનીઓ ઉપલબ્ધ હતી, જે મોબાઈલ રીચાર્જ માટેની સુવિધા આપતી હતી. પરંતુ તે Paytm જેવી સરળ સુવિધા આપતી ન હતી, તેથી લોકો માટે Paytm નો યુઝ કરવો વધુ યોગ્ય હતો.
Paytm કઈ કઈ સુવિધાઓ આપે છે?
- ઓનલાઈન બીલ પેમેન્ટ: Paytm ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે તેમાં માત્ર મોબાઈલ રીચાર્જની જ સુવિધા આપવામાં આવતી હતી. પરંતુ હવે Paytm દ્વારા મોબાઈલ રીચાર્જ, યુટીલીટી બીલ પેમેન્ટ, DTH રીચાર્જ અને બીલ પેમેન્ટ, Credit Card બીલ પેમેન્ટ, Education Fee પેમેન્ટ, Financial Servies, મેટ્રો કાર્ડ રીચાર્જ, બસ/ ટ્રેન/ ફ્લાઈટ ટીકીટ બુકિંગ, વોટર પાર્ક બુકિંગ, હોટલ બુકિંગ, ડેટા કાર્ડ રીચાર્જ અને બીલ પેમેન્ટ, લેડલાઈન બીલ પેમેન્ટ, ઈલેક્ટ્રીસીટી (વિજળી/ લાઈટ) બીલ પેમેન્ટ, ગેસ સિલિન્ડર બીલ પેમેન્ટ વગેરે જેવી ચુકવણી થઈ શકે છે.
- ઓનલાઈન શોપિંગ: Paytm દ્વારા ઓનલાઈન શોપિંગ પણ કરી શકાય છે. Paytm થી ઓનલાઈન ખરીદી કરવી ખુબ જ સરળ છે તેમજ Paytm ઉપયોગકર્તાને ઓનલાઈન શોપિંગ કરવા માટે મોટા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. તમે Paytm Mall નો ઉપયોગ કરીને Paytm થી ઓનલાઈન શોપિંગ કરી શકો છો.
- પેટીએમ પેમેન્ટ બેંક: Paytm તેના ઉપયોગકર્તાઓને Paytm Wallet ની સુવિધા આપે છે, જેના દ્વારા તે અન્ય બેંક ખાતામાં પૈસા મોકલી શકે છે. Paytm માત્ર એક પ્રીપેડ વોલેટ નથી, પરંતુ Paytm એક બેંક પણ છે, જેનું નામ Paytm Payment Bank છે. પેટીએમ પેમેન્ટ બેંકમાં ઘરે બેઠાં બેંક ખાતુ ખોલી શકાય છે અને બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકાય છે. પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા અન્ય કોઈ બેંકમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે અને અન્ય બેંક ખાતામાંથી પૈસા મેળવી પણ શકાય છે. પેટીએમ પેમેન્ટ બેંક યુઝર્સને ડેબીટ કાર્ડ પણ આપવામાં આવે છે તેમજ યુઝર્સ પેટીએમ પેમેન્ટ બેંકમાં FD (Fixed Deposit) પણ કરાવી શકે છે.
- Paytm ક્રેડિટ કાર્ડ: પેટીએમ પેમેન્ટ બેંક અકાઉન્ટની સાથોસાથ Paytm તેના યુઝર્સને ક્રેડિટ કાર્ડની સુવિધા પણ આપે છે. Paytm પોતાના યુઝર્સને Credit Card સાથે ફ્રી ક્રેડિટ સ્કોર જાણવાની પણ સુવિધા પ્રદાન કરે છે. તેમજ Paytm દ્વારા હવે Paytm Postpaid ની સુવિધા આપવામાં આવે છે, જેના દ્વારા યુઝર્સના ખાતા પૈસા ન હોવા છતાં પણ તે બીલ ચુકવણી કરી શકે છે. એતલે કે Paytm Postpaid એક “Buy Now Pay Later” ની સેવા પણ આપે છે. Paytm પોતાના યુઝર્સને લોન પણ આપે છે.
- પેટીએમ મની: Paytm દ્વારા Paytm Money નામની એક એપ્લીકેશન બહાર પાડવામાં આવી છે. આ એપ દ્વારા શેર બજારમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો રોકાણ કરી શકે છે. Paytm Money એપ દ્વારા યુઝર્સ શેર બજારમાં ટ્રેડિંગ, IPO માં રોકાણ, Mutual Funds માં રોકાણ, SIP દ્વારા રોકાણ તેમજ ETFs વગેરેમાં રોકાણ કરી શકે છે.
આ સિવાય પણ Paytm દ્વારા ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે, જેના દ્વારા પેટીએમ યુઝર્સ પોતાના મોટા ભાગના કાર્યો પોતાના મોબાઈલ દ્વારા જ કરી શકે છે. આમ, Paytm એક મહત્વનું પ્લેટફોર્મ છે, જેના દ્વારા ઘણી બધી સેવાઓ ઘરે બેઠાં જ મળી રહે છે.