Thunderstorm Forecast: સિસ્ટમ થોડી ધીમી છે અને વરસાદના ચાર્ટ જોરદાર છે. વરસાદ હવે પૂર્વ ગુજરાતથી બસ થોડો જ દૂર છે.
ટુંક સમયમાં આવતા બે ત્રણ કલાકોમાં પૂર્વ ગુજરાત એટલે કે દાહોદ અને મહીસાગર જિલ્લાના વિસ્તારોથી વરસાદની શરુઆત થઈ જશે.
ત્યારબાદ મોડી સાંજ/રાત સુધીમાં આગળ વધીને ખેડા, લાગુ અરવલ્લી, પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે.
કાલે 28 સવાર સુધીમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, અરવલ્લી, સાબરકાંઠા અને મેહસાણા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે.
આ ઉપરાંત કાલે બપોર આસપાસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે.
અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ
Thunderstorm Forecast: દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ રાતથી લઈને સવાર સુધીમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા રહેશે.
દક્ષિણ ગુજરાતને લાગુ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો એટલે કે ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ કાલે સવાર કે બપોર સુધીમાં વરસાદ ચાલુ થવાની શક્યતા રહેશે.
મધ્ય ઉત્તર સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, લાગુ અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં પણ કાલે બપોર સુધીમાં વરસાદની શરૂઆત થઈ જાય તેવી શક્યતા છે.
કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પણ કાલે સાંજ પછીથી 29 તારીખ સુધીમાં વરસાદ ની શરૂઆત થઈ શકે છે.
અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ
ચેતવણી: એલર્ટ આજે રાત આસપાસથી આવતાં 24 કલાકમાં મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને ક્યાંક ક્યાંક ભુક્કા બોલાવી શકે છે.
વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અને આસપાસના અમુક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે.