ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, આજે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

WhatsApp Group Join Now

Today Gujarat Rain Forecast: ગઈકાલે દિવસ દરમિયાન અ‍ને રાત્રે ઘણા વિસ્તારોમાં ઘણી જગ્યાએ સારો વરસાદ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાત, લાગુ કચ્છ, લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર, લાગુ મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ આવ્યો હતો.

દક્ષિણ ગુજરાત લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં અને રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાતને લાગુ કચ્છના વિસ્તારોના પણ અમુક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે અને હજુ આજે અમુક વિસ્તારોમાં વરસાદની થોડી શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં આજે સવારથી વરસાદની શરુઆત થઈ ગઈ છે.

ઉત્તર ગુજરાતમાં અત્યારે બનાસકાંઠાથી ચાલુ થઈને આગળ પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ સાંજ રાત સુધીમાં વરસાદની શક્યતા છે. પશ્ચિમથી પૂર્વ તરફ એક પછી એક જિલ્લા કવર કરશે.

મધ્ય ગુજરાતમાં પણ બપોર આસાપાસ અમુક વિસ્તારોના વરસાદની શરૂઆત થઈ જશે. આજ સાંજ રાત સુધીમાં અમદાવાદ, ખેડા આસપાસથી શરૂ થઈને આણંદ અને વડોદરા તરફ આગળ શરૂઆત થઈ શકે છે.

ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રમાં બપોર આસપાસ વરસાદની શરૂઆત થઈને પછી પૂર્વ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી શકે છે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોથી શરૂઆત થઈને પછી બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. મોરબી જિલ્લા આસપાસ પણ વરસાદની થોડી શક્યતા રહેશે.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી

Today Gujarat Rain Forecast: દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડું છૂટું છવાયું ક્યાક ક્યાંક મેળ પડી શકે છે. થોડું નીચે આવે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક સારો વરસાદ પણ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં સાંજ આસપાસ અમુક વિસ્તારોમાં ખાસ કરીને મધ્ય ગુજરાતને લાગુ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ભરૂચ, અને સુરત જિલ્લા આસપાસ વધુ અને બાકીના વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે.

પૂર્વ ગુજરાત અને લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતમાં સાંજથી રાત આસપાસ વરસાદની સારી શકયતા રહેશે. ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના અમુક વિસ્તારોમાં જોરદાર વરસાદની પણ શક્યતા રહેશે.

ગુજરાત આસપાસ UAC છવાયેલું છે અને તેની અસરથી આજે ઘણા વિસ્તારોમાં સારો અને ક્યાંક ક્યાંક જોરદાર વરસાદની શક્યતા પણ છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment