ગુજરાત વેધર: ગઈ કાલે રાત્રે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો હતો.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો ગઈ કાલે રાત્રે પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બાજુ વરસાદનું જોર વધુ રહેશે તો ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયા સારા વરસાદની શક્યતા રહેલી છે.
બાકીના સૌરાષ્ટ્રમાં તથા કચ્છમાં છૂટો છવાયો હળતો તો ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે. આજે હવે રાજ્યમાં બધી બાજુ વરસાદની શક્યતા રહેશે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના પણ ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે.
ગુજરાત વેધર: આજે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે. આજે આ ડિપ્રેશન ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરશે.
અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી
આ ડિપ્રેશનથી સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે. આ ડિપ્રેશનને પગલે સૌથી વધારે ખરાબ હાલત વડોદારાની રહેશે. વડોદરામાં બપોરના 2થી રાતના 8 કલાક સુધી આ ડિપ્રેશન સ્થિર રહેશે.
આવતી કાલે સવારે ડિપ્રેશનની અસરથી અમદાવાદમાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. આ ડિપ્રેશન મહેસાણાને પણ ઘમરોળી નાખશે. આ ડિપ્રેશન છેક કચ્છ સુધી અસર દેખાશે. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
વેલ-માર્ક લો પ્રેશર આગામી કલાકોમાં વધુ નબળું પડી લગભગ લો પ્રેશર અને ત્યારબાદના કલાકોમાં વધુ નબળું પડી UAC રૂપે સક્રિય રહેશે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.