ડ્રાઈવિંગ લાઈસન્સ

છેલ્લા થોડા મહિનામાં વાહન ચાલકો માટે નવા નવા નિયમો અમલમાં આવ્યા છે. જેમાં જુનું વાહન, ડ્રાઈવિંગ લાઈસન્સ, હેલમેટ ન પહેરનારને દંડ વગેરેના નિયમોમાં ઘણો બદલાવ આવ્યો છે. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન વાહનોને લગતા નિયમોમાં મોટી રાહત આપવામાં આવી હતી, પરંતુ હવે ફરી એક વાર વાહન ચલાવવાના નિયમો ફરી એક વાર કડક કરી દેવામાં આવ્યા છે. છે. તેમાં પણ જુના વાહન સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યાં છે. અહીં આપણે વાહન ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે ક્યાં ક્યાં દસ્તાવેજો જોવે? ફોર્મ કેવી રીતે ભરવું? તે અંગેની વિગતવાર માહિતી મેળવીશું.

15 વર્ષ જુના વાહનોનું કરાવવું પડશે રી- રજીસ્ટ્રેશન

ટુંક સમય પહેલા જ જુના વાહનોને લઈને એક મહત્વપુર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર અનુસાર હવે 15 વર્ષથી વધુ જુના વાહનનું ફરી વખત રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ નવું વાહન ખરીદવામાં આવે ત્યારે 15 વર્ષ સુધી તે વાહનનું રજીસ્ટ્રેશન માન્ય ગણવામાં આવ છે. 15 વર્ષથી જુના વાહનોની RTO દ્વારા ચકાસણી કરવામાં આવશે, જો વાહન ચલાવવા લાયક હશે તો તેનું પુન: રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને તે રજીસ્ટ્રેશન 5વર્ષ સુધી માન્ય ગણવામાં આવે છે.

જો તમે તમારા 15 વર્ષ જુના વાહનને પુન: રજીસ્ટ્રેશન નહીં કરાવો અને તમારું વાહન પકડાઈ તો તમારે ટુ વ્હીલર માટે રૂ. 2000 અને ફોર વ્હીલર (કાર) માટે રૂ. 5000 નો દંડ ભરવો પડશે. આ સાથોસાથ જુના વાહનોના રી- રજીસ્ટ્રેશન માટેની ફીમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 15વર્ષ જુના ટુ વ્હીલરનું ફરી વાર રજીસ્ટ્રેશન કરવા માટેની ફી 500 રૂપિયાથી વધારીને રૂ. 1250 અને કાર એટલે કે ફોર વ્હીલરનું ફરી વાર રજીસ્ટ્રેશન કરવા માટેની ફી 800 રૂપિયાથી વધારીને રૂ. 5200 કરી દેવામાં આવ્યો છે.

ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving License) ના નિયમોમાં થયા મોટાં ફેરફારો:

ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાના નિયમોમાં થયેલા ફેરફારો અનુસાર હવે નવું ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે RTO પર જવું નહીં પડે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અનુસાર ડ્રાઈવિંગ ટેસ્ટ માટે હવે RTOમાં જવું નહીં પડે, કારણ કે હવે નવા નિયમો અનુસાર કોઈપણ માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ સ્કુલમાં જઈને ડ્રાઈવિંગ લાઈસન્સ માટે રજીસ્ટ્રેશન કરી શકાય છે. એટલે કે હવે તમારે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ સ્કુલમાં ટ્રેનિંગ લઈને ત્યાં જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની રહશે. જો ડ્રાઈવિંગ સ્કુલમાં ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થશો તો, ડ્રાઈવિંગ સ્કુલ દ્વારા એક સર્ટીફીકેટ આપવામાં આવશે, જેના દ્વારા તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવામાં આવશે.

ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving License) નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો/ ડોક્યુમેન્ટની યાદી:

1) પાસપોર્ટ સાઈઝનો ફોટો (Passport Photo)
2) અરજદારની સહી (Signature – હસ્તાક્ષર)

3) ઉંમરનો પુરાવો (Age Proof) નીચેનામાંથી કોઈ પણ એક
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (School Leaving Certificate)
શાળા ટ્રાન્સફર પ્રમાણપત્ર (School Transfer Certificate)
પાસપોર્ટ (Passport)
નગરપાલિકાના દ્વારા જારી કરેલ જન્મ તારીખનું પ્રમાણપત્ર
લર્નિગ લાઈસન્સ (Learner Licence)
ચુંટણી કાર્ડ (Voter ID Card)
LIC પોલિસી સ્ટેટમેન્ટ (LIC Policy Statement)
કેન્દ્ર/ રાજ્ય સરકાર દ્વારા જારી કરેલ Photo ID કાર્ડ
નોટરી/ ઓથ કમિશનર દ્વારા જારીકરેલ એફીડેવિટ (સોંગધનામું)
4) રહેઠાંણનો પુરાવો (Address Proof) નીચેનામાંથી કોઈ પણ એક
પાસપોર્ટ (Passport)
ચુંટણી કાર્ડ (Voter ID Card)
નોટરી/ ઓથ કમિશનર દ્વારા જારીકરેલ એફીડેવિટ (સોંગધનામું)
આધાર કાર્ડ (Aadhar Card)
લર્નિગ લાઈસન્સ (Learner Licence)
ભાડા કરાર (Rent Agreement)
કેન્દ્ર/ રાજ્ય સરકાર દ્વારા જારી કરેલ Photo ID કાર્ડ

ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving License) નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?

(1) ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે પહેલા લર્નિગ લાઈસન્સનું ફોર્મ ભરી લર્નિગ ટેસ્ટ પાસ કરવી પડે છે. લર્નિગ લાઈસન્સનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ https://parivahan.gov.in/parivahan/ ખોલવી પડશે.
(2) આ વેબસાઈટના હોમ પેજ પર તમને “Drivers/ Learners License” નીચે આપેલ “More” બટન પર ક્લિક કરો. આ બટન પર ક્લિક કરશો એટલે નવી ટેબમાં એક પેજ ખુલશે, જેમાં તમારે તમારું રાજ્ય (State) પસંદ કરવાનું રહેશે.
(3) નવા પેજમાં તમને ડેશબોર્ડ પર તમને “Apply for Learner Licence” જોવા મળશે, તેના પર ક્લિક કરો. આ પછી તમને અરજી સબમિશન માટેની સૂચનાઓ જોવા મળશે, તે વાંચી “Continue” પર બટન ક્લિક કરો.
(4) ત્યાર પછી તમારા જિલ્લાની પસંદગી કરી, તમારી આસપાસ ઉપલબ્ધ ITI સંસ્થાની પસંદગી કરી “Submit” બટન પર ક્લિક કરો.
(5) ત્યાર પછી E- KYC માટે તમારો મોબાઈલ નંબર દાખલ કરી “Generate OTP” પર ક્લિક કરો. તમારા મોબાઈલ પર એક OTP આવશે તેને દાખલ કરી કરી, ”AuthenticateWithSarathi” પર ક્લિક કરો.
(6) આ પછી અરજદારે પોતાનું નામ, પિતાનું નામ, જન્મતારીખ, સરનામુ વગેરે જેવી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે. ત્યાર પછી જે વાહન માટે લાઈસન્સ કઢાવવા માંગો છો તે વાહનની પસંદગી કરી ”Submit” બટન પર ક્લિક કરો.
(7) ત્યાર પછી નવા પેજમાં અરજદારને એક એપ્લીકેશન નંબર મળી જશે. આ પછી “Next” પર ક્લિક કરો.
(8) નવું પેજ ખુલશે તેમાં અરજદારે “Proceed” પર ક્લિક કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી “Next” પર ક્લિક કરો. આ પછી ફરી એકવાર “Proceed” પર ક્લિક કરી અરજદારે પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સહી અપલોડ કરી ”Save Photo & Signature Image Files” પર ક્લિક કરીને “Next” પર ક્લિક કરવાનું રહેશે.
(9) આ પછી અરજદારે લર્નિગ લાઈસન્સ ટેસ્ટ માટેની તારીખ બુક કરીને ઓનલાઈન ફી પેમેન્ટ કરવાની રહેશે.
(10) આ પછી અરજદારે એપ્લીકેશન પ્રિંટ કરીને જે-તે તારીખે ઓરીઝનલ ડોક્યુમેન્ટ સાથે લર્નિગ લાઈસન્સ ટેસ્ટ આપવા જવું પડશે.
(11) લર્નિગ લાઈસન્સ ટેસ્ટમાં પાસ થયા બાદ અરજદારે છ મહિનાના સમયગાળા દરમિયાન ડ્રાઈવિંગ ટેસ્ટની તારીખ બુક કરી, ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની રહેશે.

Share