Varsad Red Alert: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આજે મેઘરાજા ઘમરોળશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનનગર જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં 8 ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે.
બીજી તરફ જૂનાગઢ, રાજકોટ, બોટાદની સાથે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
આ સિવાય સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં સાડા ચાર ઈંચથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
આ સિવાય કચ્છ, પોરબંદર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી,અમદાવાદ અને ગાંધીનગર માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે.
ક્ષિણ ગુજરાત લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ મધ્ય ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે અને અમુક વિસ્તારોમાં ભુક્કા બોલાવી દેશે.
Varsad Red Alert: દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને લાગુ અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, લાગુ દક્ષિણ અમદાવાદ જિલ્લા ના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ મધ્ય સૌરાષ્ટ્ર લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર, લાગુ કચ્છ એટલે કે જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો અને કચ્છ જિલ્લામાં પણ રાત સુધીમાં ભારે વરસાદ ચાલુ થાય તેવી શક્યતા રહેશે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.