રાજ્યમાં આંશિક વરાપ; વરસાદનો નવો રાઉન્ડ ક્યારે? આંશિક વરાપ કેટલાં દિવસ?

Varsad: બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની હતી. પરંતુ હવે તે સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લૉ પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને પકિસ્તાન તરફ આગળ વધી ગઈ છે.

હવે આ સિસ્ટમની કોઈ અસર ગુજરાત ઉપર થઈ રહી નથી જેથી આજે ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં મોટો ઘટાડો થશે. આવતાં 24 કલાક દરમિયાન ગુજરાત રીજીયનના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.

તેમજ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વાદળછાયું વાતાવરણ તથા છૂટાછવાયા ઝાપટાં રહેશે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો વિરામ રહેશે અને આંશિક વરાપ જેવો માહોલ રહેશે.

ગુજરાતમાં 8 તારીખ સુધી વરસાદથી રાહત મળશે અને આ સમયગાળા દરમિયાન રેડાં-ઝાપટાં સિવાય કોઈ ખાસ વરસાદ થશે નહીં. અમુક સેન્ટરમાં છુટો છવાયો વરસાદ હોય શકે છે.

Varsad: રાજ્યમાં 9થી 12 તારીખ દરમિયાન ફરી વરસાદનો એક રાઉન્ડ સૌરાષ્ટ્ર સહીત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવશે. આ રાઉન્ડમાં એકાદ દિવસ આગળ પાછળ થઈ શકે છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

વરસાદના નવા રાઉન્ડ સુધી રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહી શકે છે. અમુક સમય માટે સૂર્ય પ્રકાશિતવાળું વાતાવરણ રહેશે અને ઝાપટા પણ આવી શકે છે. બાકી કોઈ ખાસ વરસાદની શક્યતા નથી.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version