Weather Alert: બંગાળની ખાડીમાં હાલ એક લો પ્રેશર બનેલુ છે. હાલ આ લો પ્રેશર ઉત્તર બંગાળની ખાડી લાગુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર છે.
જે આગામી 24 કલાક દરમિયાન ક્રમશ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બની ઉત્તરથી ઉતરપ-શ્ચિમ દિશા તરફ આગળ વધશે.
24 કલાક પછી તેનો રૂટ થોડો નીચે તરફ આવશે અને ત્યાર બાદ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ કરશે.
આ લો પ્રેશરનો રૂટ જેટલો નીચો રહેશે તેટલો ફાયદો ગુજરાતને વધુ મળશે અને રૂટ જેટલો ઉપર રહેશે તેટલો ઓછો ફાયદો મળશે. હાલ આ લો પ્રેશરનો રૂટ ફાઇનલ નથી.
Weather Alert: આ લો પ્રેશર આગળ વધશે તેમ તેમ ચોમાસુ ધરી પણ નીચે આવશે તથા બહોળું સર્ક્યુલેશન બનશે. જેના લીધે ગુજરાતમાં મઘા નક્ષત્ર દરમિયાન વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
વરસાદના નવા રાઉન્ડની શરૂઆત 20 અથવા 21 તારીખથી ગુજરાત રિજનના ભાગો એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સાઈડથી થઈ ક્રમશ સૌરાષ્ટ્ર-કચ્છ તરફના વિસ્તારો તરફ આગળ વધશે.
વરસાદનો આ નવો રાઉન્ડ શરૂ થાય ત્યાં સુધી હાલની જેમ છૂટો છવાયો અમુક વિસ્તારમાં વરસાદ પડે છે તેવી રીતે રેડાં-ઝાપટાં ચાલુ જ રહેશે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.